ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)માં રસ્તે રખડતાં ઢોરના લીધે તાજેતરમાં એક પરિવારે ઘરનો મોભી ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ધટનાને લઈ કૃષ્ણનગર પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) જવાબદાર અધિકારી અને ઢોરના માલિક વિરુદ્ધ માનવવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાતમાં લગભગ પહેલી વખત ઢોરના કારણે થયેલા અકસ્માતમાં જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ ગુનો:
મળતી માહિતી અનુસાર, તાજેતરમાં જ નવા નરોડામાં મુન લાઈટ સોસાયટીમાં રહેતા ભાવિન પટેલનું રખડતા ઢોરએ અડફેડે લેતા કરુણ મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભાવિન પટેલના પરિવારમાં 29 સપ્ટેમ્બરના રોજ રાજી ખુશીનો માહોલ હતો કારણ કે, ભાવિન પટેલને ટોરેન્ટપાવર કંપનીમાં બેસ્ટ કર્મચારી તરીકેની એવોર્ડ પસંદગી કરવામાં આવી હતી.
પરંતુ ઘરની ખુશીઓ ટૂંક જ ક્ષણોમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. કારણ કે ભાવિન પટેલ એવોર્ડ માટેના ડોક્યુમેન્ટના ઝેરોક્ષ કાઢવા ઘરની બહાર નીકળ્યા હતા જ્યાં મનોહરવીલા ચાર રસ્તા પાસે જ એક રખડતાં ઢોરએ બાઇક ચાલક ભાવિન પટેલને અડફેડે લીધા હતા.
આ દરમિયાન માથામાં ગંભીર ઇજા થતાં બ્રેઇન હેમરેજ થતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જેમાં બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી અને જયારે પત્ની નિરાધાર બની હતી. ત્યારે મૃતકના પરિવાજનો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં AMC ના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ IPC 304 મુજબનો ગુનો દાખલ કર્યો હતો.
મૃતકનો પરિવાર કરી રહ્યો છે ન્યાયની માંગણી:
અત્રે ઉલ્લખનીય છે કે, આ રખડતાં ઢોરના લીધે એક માતાએ લાડકવાયો દીકરો ગુમાવ્યો તો પત્નીએ જીવન સાથીનો ગુમાવ્યો, પતિના મોતના કારણે મહિલાઓના આસું સુકાઈ નથી રહ્યા કારણકે ભ્રષ્ટ અધિકારીઓ પોતાની લાલચમાં આ પરિવારનો ઘર સંસારને ભાંગી નાખ્યો છે. હાલ આ પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે. હાઇકોર્ટ દ્વારા પણ આ પરિવારને વેદના સાંભળીને તંત્ર અને પશુના માલિક વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપતા કૃષ્ણનગર પોલીસે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.