હાલમાં કોરોના વેક્સીનને લઈ વેક્સીનેશન ચાલી રહ્યું છે ત્યારે એક ખુબ આનંદનાં સમાચાર સામે આવ્યા છે. યુકેમાં લંડનમાં આવેલ સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરીને નવું કોવિડ વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે કે, જેમાં પ્રતિદિન 1,300 લોકોને કોવિડ-19ની રસી આપી શકાશે. આ મંદિરનો વિશાળ તથા વિશિષ્ટ મલ્ટીફંકશન હોલ છે કે, જ્યાં 20 જનરલ પ્રેક્ટિશનર્સનું ગ્રુપ હાર્નેસ કેર પૂરી પાડવામાં આવશે.
કોવિડ રસી અંગે સાઉથ એશિયન સમુદાયોમાં કેટલીક ખોટી માહિતી ફેલાઈ રહી છે તથા તેઓ રસી માટે ઈનકાર કરી રહ્યા છે. હાલમાં જ બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનિક (BAME)ના અડધાથી વધારે લોકો 80% શ્વેત લોકોની સરખામણીમાં રસી લેવા માટે તૈયાર હોવાનું રોયલ સોસાયટી ઓફ પબ્લિક હેલ્થ પોલમાં જણાવવામાં આવ્યું છે.
હાર્નેસ કેરના અધ્યક્ષ તથા જનરલ પ્રેક્ટિશનર ડો. સચિન પટેલ જણાવે છે કે, આ વેક્સિનેશન સેન્ટર દ્વારા હિન્દુ તથા બહોળા પ્રમાણમાં સાઉથ એશિયન સમુદાયમાં એક સંદેશો ફેલાવશે કે વેક્સિન સુરક્ષિત તથા અનુમતિ પ્રાપ્ત છે. અમે શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરીના આભારી છીએ કે, તેણે આ સમુદાયો સુધી પહોંચવામાં અર્થપૂર્ણ રીતે મદદરૂપ થવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી એક એવું સૌપ્રથમ હિન્દુ મંદિર છે કે, જેણે આ પગલું લીધું છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી વિશ્વનું સૌપ્રથમ ઇકો-ટેમ્પલ બન્યું હતું:
આ મંદિર વર્ષ 2014માં ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આની સાથે જ વિશ્વનું સૌપ્રથમ ઈકો-ટેમ્પલ બન્યું હતું કે, જેનું મિશન ‘ઈન્સ્પાઈરિંગ ધ કમ્યુનિટી’ છે. આ મંદિર દ્વારા નિયમિત રીતે ફંડ એકત્ર કરવાની અને રક્તદાન જેવી પ્રવૃત્તિઓનું આયોજન થતું રહે છે.
આટલું જ નહીં, કોરોના મહામારીના સમયમાં આ મંદિર દ્વારા રક્તદાન પ્રવૃત્તિઓ થઈ હતી. જેની માટે લંડનના મેયર સાદિક ખાન સહિતના અનેક લોકોએ તેની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસલ જોહન્સનના હસ્તે વર્ષ 2014માં મલ્ટીફંક્શન હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
સાઉથ એશિયન સમુદાયમાં રસી અંગેની ગેરમાન્યતા દૂર કરવાનો પ્રયાસ:
આ મંદિરના ટ્રસ્ટી ડો. મહેશ વરસાણી કે, જેઓ પોતે ઈમ્યુનોલોજિસ્ટ તથા સેલ અને જનીન થેરપીના સંશોધક છે. તેમણે જણાવ્યું હતું કે, આ સેન્ટરનો એકમાત્ર ધ્યેય સપ્તાહમાં હજારો લોકોને રસી આપવાનો રહેલો છે. અમે રસી અંગે કહી શકીએ કે, કોવિડ વેક્સિન સુરક્ષિત તથા અસરકારક છે.
આ રસી વિશે સાઉથ એશિયન સમુદાયમાં કેટલીક ગેરમાન્યતાઓ સર્જાઈ છે પણ આ વેક્સિન વિશે કોઈ રીતે શંકા રાખવાની જરૂરિયાત નથી. પહેલાં વર્ષ 2000માં જે રીતે આચાર્ય સ્વામીશ્રી મહારાજે હિન્દુઓમાં અંગદાન તથા રક્તદાન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો એ જ રીતે અમે પણ આ વેક્સિન અંગે આ રીતે સંદેશો ફેલાવી રહ્યા છે.
આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ખુદ રસી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું:
ડો. વરસાણી જણાવે છે કે, ‘આ વેક્સિનેશન સેન્ટરની પ્રેરણા મંદિરના સ્થાપક આચાર્ય સ્વામીશ્રી મહારાજ પાસેથી મળી છે. આ કાર્ય કરવાં માટે અમારા હાલના આધ્યાત્મિક લીડર આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તરફથી ભરપૂર પ્રોત્સાહન મળ્યું છે. જેમણે ખુદ પણ ભારતમાં રસી લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle