માછીમારને તેની જ બોટમાં ઉંધો લટકાવી, માર્યો ઢોર માર- પોલીસે છ અધિકારોની કરી ધરપકડ

એક માછીમાર પર મોબાઈલ ફોન ચોરવાનો આરોપ હતો અને તેના પર ક્રુરતાની તમામ હદો પાર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ ઘટનાના તમામ…

એક માછીમાર પર મોબાઈલ ફોન ચોરવાનો આરોપ હતો અને તેના પર ક્રુરતાની તમામ હદો પાર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ ઘટનાના તમામ આરોપીઓ તેના સાથી જૂથના કેટલાક માછીમારો છે. પહેલા આરોપીએ માછીમારને બોટ પર ઊંધો લટકાવ્યો હતો, ત્યારબાદ તેને ક્રુરતા પૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ ઘટના થોડા દિવસ પહેલા બાંદુરના મેંગલુરુ માછીમારી બંદર પર એક બોટ પર બની હતી.

જોકે, ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આ તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ભારતીય દંડ સંહિતાની અનેક કલમો સાથે હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે આ કેસના તમામ 6 આરોપીઓની ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે, વીડિયોમાં દેખાતા તમામ માછીમારો આંધ્રપ્રદેશના છે. અહેવાલ મુજબ પીડિત માછીમારની ઓળખ વૈલા શીનુ તરીકે થઈ છે. 25 સેકન્ડની વીડિયો ક્લિપમાં માછીમાર ઊંધો લટકતો જોવા મળે છે. તેના પગ બાંધેલા છે. તેની આસપાસ અનેક માછીમારો ઉભા છે. તેમના કેટલાક તેની પર રાડો નાખી રહ્યા છે, અને કેટલાક તો તેને માર મારી રહ્યા છે.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર, પોલીસ કમિશનર એન શશિ કુમારે જણાવ્યું હતું કે, એક વીડિયોમાં કેટલાક માછીમારો મોબાઈલ ફોનની ચોરી કરવાના આરોપમાં બોટમાં સવાર અન્ય માછીમારને માર મારતા જોવા મળે છે. આ પછી ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *