ઉત્તરાયણના બે દિવસ કેવો રહેશે માહોલ? પતંગ રસિયાઓ જાણી લો હવામાન વિભાગની આગાહી

ગુજરાત(Gujarat): આપણને સૌને ખબર જ છે કે, ઉત્તરાયણ(Uttarayan)નો તહેવાર કેવો રહેશે તેનો આધાર પવનની ગતિ પરથી નકકી કરવામાં આવે છે. જો પવન સારો હોય તો ઉત્તરાયણ સારી પરંતુ જો પવન જ ન હોય તો ઠુમકા મારી મારીને આપણો હાથ દુખવા લાગે છે. પણ તમારા માટે ખુશીની વાત એ છે જો કે આ વર્ષે તમારે બહુ ઠુમકા નહી મારવા પડે. કારણ કે હવામાન વિભાગના કહ્યા મુજબ આ વર્ષે ઉત્તરાયણ પર પવનની ગતિ પુરપાટ રહેશે.

હવામાન વિભાગે(Meteorological Department) આગાહી કરીને જણાવતા કહ્યું છે કે, આ ઉત્તરાયણે પ્રતિ કલાક 10થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જેને કારણે પતંગ રસિયાઓએ વધુ પડતા ઠુમકા નહી મારવા પડે અને સડસડાટ આકાશમાં પતંગ ચગી જશે. હવામાન વિભાગના કહ્યા અનુસાર, અમદાવાદ શહેરમાં પ્રતિ કલાકે 11 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. સાથે જ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે જેને કારણે ઉત્તરાયણના દિવસે પુરતા પ્રમાણમાં પવન રહેતા પતંગ ચગાવવામાં પતંગ રસિકોને જરા પણ તકલીફ નહી પડે.

સ્વેટર પહેરવાનું ન ભૂલશો:
રાજ્યમાં હાલ ઠંડીની લહેર છવાઇ ગઇ છે. ઠંડા પવનો સાથે ગુજરાત આખું ઠરી ગયું છે. ત્યારે આગામી દિવસોમાં પણ આવી જ ઠંડી રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જાણકારી મળી છે. ફિરકી અને પતંગ સાથે ચશ્માં અને ટોપી પહેરીને અગાસી પર ચઢી જજો પરંતુ આ વખતે સ્વેટર લેવાનું ન ભૂલતા.

ઉતરાયણ ભલે ઉજવો પણ ગુજરાત સરકારના આ નિયમો ભૂલશો નહિ:
ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ પર કેટલાય કડક નિયમો લગાવી દેવામાં આવ્યા છે કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આગામી ઉત્તરાયણના તહેવાર માટે કડક માર્ગદર્શિકા બહાર પાડીને પતંગ ચગાવવા માટે જાહેર સ્થળો, રસ્તાઓ અને ખુલ્લા મેદાનોમાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પતંગ ઉડાડવા માટે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, કોઈપણ જાહેર સ્થળ, ખુલ્લા મેદાનમાં કે રસ્તા પર પતંગ ઉડાડવા માટે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ધાબા પર કે સોસાયટીમાં ડીજે અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ રહેશે. ઉત્તરાયણની ઉજવણી દરમ્યાન પતંગ રસિયાઓએ નિયમોનુ પાલન કરવું ખુબ જ જરૂરી છે. જો નિયમોનું ઉલ્લંઘન કર્યું તો તહેવાર દરમિયાન પોલીસ સ્ટેશન જવાનો વખત આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *