દરિયામાં દૂર સુધી માછલી પકડવા માટે ગયેલા માછીમારોનું એક જહાજ ખરાબ હવામાનને કારણે કેરેબિયન સમુદ્રમાં ડૂબી જવાને કારણે ૨૭ માછીમારોના મોત થયા છે જ્યારે નવ લાપતા છે. આર્મી દ્વારા ૫૫ લોકોને બચાવવામાં સફળતા મળી ચુકી છે.
હોંડુરાસના આર્મી પ્રવક્તા જોસ ડોમિંગો મેજાએ જણાવ્યું કે, બુધવારે સવારે દરિયા કાંઠાથી ૪૦ નોટિકલ માઈલ દૂર આ દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાંં ૫૫ માછીમારોને સુરક્ષિત બચાવી લેવામાં સફળતા મળી હતી. આર્મી પ્રવક્તાએ જહાજના કેપ્ટન પર ખરાબ હવામાન હોવા છતા માછીમારી કરવા નીકળ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.
કેરેબિયાના વ્યાવસાયિક માછીમારોના સંગઠને જણાવ્યું કે, દુર્ઘટનાની જાણ થતા જ આસપાસની હોડીઓ અને જહાજોને મદદ માટે બોલાવી લેવામાં આવ્યા હતા. વધુમાં તે જ વિસ્તારમાં અન્ય એક જહાજે પણ જળસમાધિ લીધી હોવાની જાણકારી આપી હતી. માછીમારી માટે નીકળેલું અન્ય એક જહાજ પણ પાણીમાં ડૂબી ગયું હતું પરંતુ તેમાં સવાર તમામ ૪૯ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.