કચ્છના રાપર તાલુકાના હમીરપર ગામે દારૂની બાતમી આપ્યાનું વેર રાખીને ઘાતક હથિયારોથી હૂમલો કરીને પાંચ લોકોની કરપીણ હત્યા કરી છે. એક જૂથના લોકો બે ટ્રેક્ટરમાં આવીને કારમાં વાડીએથી પરત આવી રહેલા પાંચ લોકો પર ધારિયા, દેશી કટ્ટો વગેરે જેવા હથિયારો સાથે તૂટી પડતા ચારના સ્થળ પર જ્યારે અન્ય એક શખ્સનુ હોસ્પિટલમાં મોત થયુ હતું. આ સામુહીક હત્યાની જાણ થતા જ એસપી સહિતનો પોલીસ કાફલો હમીરપર ગામમાં દોડી ગયો હતો અને સ્થિતિ વધુ ન વણસે તે માટે ગામમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શનિવાર બપોરના દોઢેક વાગ્યાના અરસામાં આ ખૂની ખેલ ખેલાયો હતો.
દારૂના વેપારની બાતમીનું પરિણામ મોત
રાપર તાલુકાના મોટી હમીરપરની વાડી વિસ્તારમાં એક સાથે 5 લોકોની હત્યા થતાં અરેરાટી વ્યાપી હતી. અગાઉ દારૂની બાતમી આપવાના વહેમથી બે ત્રણ વાર ઝગડો થયો હતો. જેમાં ગઈ કાલે બંને પક્ષે સમાધાન પણ થયું હતું. જોકે ફરી આજે વાત બગડતા બપોરના સુમારે અખાભાઈ રાજપૂત અને તેમનો ભાઈ અને બનેવી અને બે પુત્રો સાથે પોતાની સ્કોર્પિયો ગાડીમાં આવી રહ્યા હતા, ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી.
મૃતકમાં અખા જેસંગ ઉમટ રાજપૂત ( ઉ.વ. 38) અમરા જેસંગ ઉમટ રાજપૂત ( ઉ.વ. 30) લાલા અખા ઉંમટ રાજપૂત ( ઉ.વ. 18) પેથા ભવન રાઠોડ ( ઉ.વ. 37) બનેવી અને વેલા પાંચા ઉમટ ( ઉ.વ. 37) ભાઈ સહિત સ્કોર્પિયો ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે આડુ ટ્રેક્ટર રાખીને આગળ ગાડી નાખીને ફરી આવ્યા હતા. જેમાં ઘાતક હથિયારો સાથે 4 વ્યક્તિઓના ઢીમ ત્યાં જ ધારી દીધા હતા. જેમાં એકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જેનું પણ મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે હત્યારાઓ પૈકી ઘણાના નામ મળી ગયા છે અને આરોપીઓને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસના કહેવા મુજબ હમીરપર ગામના કોળી અને રાજપુત જુથ વચ્ચે દારૂના ધંધાની બાતમી આપવાના પ્રશ્ર્ને લાંબા સમયથી વૈમનસ્ય ચાલતુ હતુ અને અગાઉ ત્રણેક વખત મારામારી પણ થઇ હતી. ગઇકાલે બન્ને જુથ વચ્ચે સમાધાન પણ થઇ ગયું હતું. પરંતુ આજે અચાનક વાત વણસી જતા કોળી જુથે ગામથી એક કીમી દુર સીમ વિસ્તારમાં પૂર્વ યોજીત રીતે હુમલો કરી દઇ રાજપુત જુથના પાંચ સભ્યોની લોથ ઢાળી દીધી હતી.
પોલીસને આ હત્યાકાંડમાં આરોપીમાંથી એક ને પકડવામાં સફળતા મળી છે. પાંચને રહેંસી નાંખનારો પાટણ જિલ્લાના સાંતલપુરના ડાલડી ગામથી ઝડપાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કચ્છમાં ગઇકાલે બે જૂથો વચ્ચ લોહિયાળ જૂથ અથડામણ જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news