138 બાળ મજૂરોને મુક્ત કરાયાને હજુ માત્ર પાંચ જ દિવસ વીત્યા છે ત્યાં રિંગરોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટમાંથી પાંચ બાળ શ્રમિકોને છોડાવવામાં આવ્યાં હતાં. ચાઈલ્ડ લેબર વિભાગ દ્વારા પોલીસને સાથે રાખીને રેડ પડી હતી. જેમાં પાંચ બાળકોને મુક્ત કરાવાયાં હતાં. જ્યારે રેડ અંગે દુકાનદારોને અગાઉથી ખબર પડી ગઈ હોવાથી ચારેક બાળકોને ભગાવી દેવામાં આવ્યાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
બાતમીના આધારે રેડ કરવામાં આવી
ચાઈલ્ડ લેબર વિભાગને બાતમી મળી હતી કે, રિંગરોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટમાં બાળમજૂરો પાસે કામ કરાવવામાં આવે છે. બાતમીના આધારે ચાઈલ્ડ લેબર વિભાગે સલાબતપુરા પોલીસની મદદ લઈ ટેક્સટાઈલ માર્કેટમાં રેડ કરી હતી. જેમાંથી ચાર બાળકોને દુકાનદારોએ ભગાવી દીધા હતાં. જ્યારે પાંચ બાળકોને ચાઈલ્ડ લેબર વિભાગે મુક્ત કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ચાઈલ્ડ લેબર વિભાગ દ્વારા બાળકોનું કાઉન્સેલિંગ કરી રહ્યા છે.
તમામ બાળકો મૂળ ઝારખંડ અને રાજસ્થાનના
ચાઈલ્ડ લેબર વિભાગ દ્વારા છોડાવાયેલ બાળકોમાંથી ચાર બાળકો ઝારખંડના રહેવાસી છે જ્યારે એક બાળક રાજસ્થાનનો છે. સુત્રો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, રેડની બાતમી મળી જતા દુકાનદારોએ ચાર અન્ય રાજસ્થાની બાળકોને ભગાડી દીધા હતાં.
સુરતમાં જ પાંચ દિવસ પેહલા 138 બાળકો મુક્ત કરાવાયેલા
પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર સહિતની સોસાયટીમાંથી ગત રવિવારના રોજ 138 જેટલા બાળ મજૂરોને છોડાવવામાં આવ્યાં હતાં. રાજસ્થાન અને દિલ્હી સુધી કોર્ડિનેશન થયા બાદ આ બાળકોને મુક્ત કરાવાયા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.