ચીનના પાંચ હેકરોએ આખી ભારત સરકારને ધુજાવી દીધી, જાણો એવું તો શું કર્યું…

અમેરિકાના ન્યાય વિભાગે ભારત સહિત વિવિધ સરકારી વેબસાઇટ્સ પર સાયબર એટેક કરવા અને સંવેદનશીલ ડેટા ચોરી કરવા માટે પાંચ ચીની નાગરિકો સામે આરોપો લગાવ્યા છે. આ પાંચે 100 થી વધુ કંપનીઓ અને સંસ્થાઓના વ્યવસાય અને સંશોધન સંબંધિત ડેટા ચોરી કરવાનો પણ આરોપ મૂક્યો છે. આ કેસમાં ચોરીની માહિતી વેચવામાં ચાઇનીઝને મદદ કરવાના આરોપમાં બે મલેશિયાના નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી ચીની નાગરિકોને ભાગેડુ જાહેર કર્યા છે.

યુએસના ડેપ્યુટી અટોર્ની જનરલ જૈફરી રોજને કહ્યું હતું કે, વર્ષ 2019 માં ભારત સરકારની વેબસાઇટ્સ અને વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્કને ચીનીઓએ લક્ષ્યાંક બનાવ્યું હતું. સરકારના સુરક્ષિત કમ્પ્યુટરમાં ‘કોબાલ્ટ સ્ટ્રાઈક’ નામનું માલવેયર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું.

આવી રીતે જ વિયનતનામ અને યુનાઇટેડ કિંગડમની સરકારી મશીનરી પર પણ આ પ્રકારના હુમલા કરવામાં આવ્યા હતા, પરંતુ મજબૂત સુરક્ષાને કારણે યુનાઇટેડ કિંગડમ બચી ગયું. જેફરીએ એમ પણ આરોપ લગાવ્યો હતો કે, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી તેના દેશમાં સાયબર ગુનેગારોને પ્રોત્સાહન આપી રહી છે. તેમના દ્વારા, ચીન સાયબર એટેક અને અન્ય દેશોના ડેટા ચોરી રહ્યું છે.

આવા લોકોને બનાવાયા નિશાન
આ ઘટનામાં સોફ્ટવેર અને હાર્ડવેર ડેવલપમેન્ટ, ટેલિકમ્યુનિકેશન્સ, સોશિયલ મીડિયા અને વીડિયોગેમ કંપનીઓ, બિન-સરકારી સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, થિંક ટેન્ક્સ, વિદેશી સરકારો, લોકશાહી તરફી રાજકારણીઓ અને હોંગકોંગના વિરોધીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. સ્રોત કોડ, સોફ્ટવેર કોડ પ્રમાણપત્ર, ઉપભોક્તા ડેટા, વ્યવસાય માહિતી તેમની પાસેથી ચોરાઇ ગયા છે.

ચીનની સરકારી કંપની પણ તેમાં શામેલ
ચીનની સરકારી કંપની ચેંગ્ડુ 404 નેટવર્ક ટેકનોલોજી પણ આ કેસમાં સંડોવાયેલી હોવાનું જાણવા મળ્યું છે. તેમના રેકેટને કારણે યુએસએ, ભારત, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ચિલી, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, જાપાન, મલેશિયા, પાકિસ્તાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાઇવાન, થાઇલેન્ડ અને વિયેટનામ સહિતની કંપનીઓ અને સંસ્થાઓને નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *