આખી દુનિયા ટીકટોક સ્ટાર બનવાની ઘેલછા ધરાવે છે. નાના બાળકોથી લઈ મોટેરાઓ જેના પાછળ ઘેલા બન્યા છે તે ટિકટોક એપનો સમગ્ર ભારતમાં લોકો વપરાશ કરી રહ્યા છે. અને લોકો આ એપમાં પોતના અલગ-અલગ વિડીયો મુક્તા રહે છે.
ટિકટોક વિડિયો બનાવવાની ઘેલછામાં પાંચ કિશોરોનુ ગંગા નદીમાં ડુબી જવાથી મોત થયુ છે. મળતી વિગતો પ્રમાણે વારાણસીના રામગર વિસ્તારમાં આવેલા સિપહિયા ઘાટ પર આજે સવારે એજર તૌસીફ, ફરદીન, શૈફ, રિઝવાન અને સકી ગંગા કિનારે પહોંચ્યા હતા.
એવુ કહેવાય છે કે, પહેલા તેમણે નદીના કિનારે રેતીમાં ટિકટોક વિડિયો બનાવ્યો હતો અને એ પછી તેઓ પાણીમાં ઉતર્યા હતા.આ દરમિયાન એક કિશોરનો પગ લપસતા તે ઉંડા પાણીમાં ડુબવા માંડ્યો હતો.બીજા ચાર ટીન એજર તેને બચાવવા માટે દોડયા હતા અને તેઓ પણ ડુબી ગયા હતા. અન્ય એક કિશોરે તેમના પરિવારજનોને આ વાતની જાણકારી આપી હતી.પાંચેના મૃતદેહો નદીમાંથી કાઢવામાં આવ્યા હતા.
બે કિશોરોનો અવાજ સાંભળીને કિનારા પર બેઠેલા કેટલાક બોટ સાથે કિશોરોને બચાવવા દોડી ગયા હતા. પરંતુ તે ઉભરાયેલી રેતીની વચ્ચેથી બહાર નીકળી ત્યાં સુધીમાં પાંચેય પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં.પોલીસને તાત્કાલિક બનાવની જાણ કરવામાં આવી હતી. પોલીસની સાથે રામનગરથી અડધો ડઝન ડાઇવર્સની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બે કલાકની મહેનત બાદ પાંચેય કિશોરોને પાણીની બહાર કાઢી એમ્બ્યુલન્સ દ્વારા લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં પાંચને મૃત જાહેર કરાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news