ખૂંટી જિલ્લના કાલા માટીમાં ચાર સગીર છોકરીઓ સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના ગુરૂવારે સામે આવી હતી. આ ઘટના બુધવારે સાંજની છે. 6 જેટલી છોકરીઓ મકરસંક્રાંતિ પર રંગ રોડી મેળો જોઈને તેમના ઘરે ફૂંદી ગામમાં પાછી આવતી હતી. આરોપીઓએ છોકરીઓને એકલી જોઈને તેમનો ફાયદો લીધો હતો. તે જ સમયે ત્યાંથી બે છોકરીઓ ભાગવામાં સફળ રહી હતી. જ્યારે 4 છોકરીઓને આરોપીઓએ પકડી લીધી અને હાતૂદામી ગામમાં લઈ ગયા હતા. ત્યાં એક ઘરમાં છોકરીઓ સાથે દુષ્કર્મ કર્યુ હતું.
આ ઘટના ખૂંટી જીલ્લાના હાદૂતામી ગામની છે. છોકરીઓની ઉંમર લગભગ 12થી 15 વર્ષની વચ્ચેની હતી. બધી જ છોકરીઓ પાંચમા-છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી. પીડિતાએ જણાવ્યુ હતુકે, તેઓ મેળો જોઈને પાછી ફરી રહી હતી. રસ્તામાં ત્રણ બાઈકો ઉપર છ છોકરાઓ આવ્યા હતા અને અમને લઈ ગયા હતા. જેમાં એક આરોપી છોકરીની સાથે જ ભણે છે. જ્યારે બાકીઓની ઓળખ થઈ શકી ન હતી. પોલીસે પિડીતાઓ સાથે પુછપરછ કર્યા બાદ તેમને મેડિકલ માટે મોકલી દીધી છે.
ઘટના સ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહેલી બે યુવતીઓએ પીડિત પરિવારને ઘટનાની તમામ જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને યુવતીઓને બચાવી હતી. આ ઘર પુષ્કર મુંડાનું કહેવામાં આવી રહ્યું છે. આરોપીઓમાં પુષ્કર મુંડાના પુત્રનો પણ સમાવેશ છે. પરિવારે આ ઘટના અંગે મુખિયાને જાણ કરી હતી. મુખિયાએ પોલીસને જાણ કરી. પોલીસે આરોપીની ઓળખ કરી છે. હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
2018, ખુંટીના કોચાંગ વિસ્તારમાં નાટક મંડળીની 5 છોકરીઓ પર ગેંગરેપ થયો હતો. જેમાં સાત લોકો પર આરોપ હતો. કેટલાક આરોપીઓ પત્થરગઢીના સમર્થક પણ હતા. છોકરીઓ કોચાંગની સ્ટોપમેન મિડલ સ્કૂલમાં સ્ટ્રીટ નાટકો રજૂ કરી રહી હતી. 15 મિનિટ પછી, બે બાઇક પર સવાર પાંચ લોકો ત્યાં પહોંચ્યા. ગનપોઈન્ટ પર ત્રણ યુવકો યુવતીઓને કારથી બહાર લઇ ગયા હતા અને તેમની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.