મોદી સરકાર દ્વારા રાજ્યમાં અવારનવાર વિકાસના કર્યો કરવામાં આવતા હોય છે ત્યારે હાલમાં આને લઈ એક જાણકારી સામે આવી રહી છે. ગુજરાતને વધુ એક નવું નજરાણું મળવા માટે જઈ રહ્યું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દેશનું સૌપ્રથમ હાઈટેક રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગરમાં નિર્માણ પામી રહેલ આધુનિક રેલવે સ્ટેશનની ઉપર ફાઈવ સ્ટાર હોટેલ બનાવવામાં આવશે. જાન્યુઆરી વર્ષ 2021માં ગાંધીનગરના નવનિર્મિત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન થવા માટે જઈ રહ્યું છે. ગાંધીનગરનું આ રેલવે સ્ટેશન સમગ્ર દેશનું અત્યાર સુધીનું સૌથી આધુનિક રેલવે સ્ટેશન છે. સ્ટેશનની બરાબર ઉપર કુલ 300 રૂમની ફાઈવસ્ટાર હોટલ બનાવવામાં આવી રહી છે.
ગાંધીનગરમાં બનશે દેશનું સૌપ્રથમ હાઈટેક રેલવે સ્ટેશન :
ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદમાં આવેલ કાળુપુર જંકશનને માનવામાં આવે છે પણ ગુજરાતનું સૌથી આધૂનિક રેલવે સ્ટેશન હવે ગાંધીનગરમાં નિર્માણ પામવા માટે જઈ રહ્યું છે. ભારતનું એક માત્ર એવું રેલવે સ્ટેશન કે, જે ફાઈવ સ્ટાર હોટલની નીચે બનાવવામાં આવી રહ્યું છે.
વાઈબ્રન્ટ ગુજરાત વર્ષ 2021ના સમિટમાં આ હોટલ કમ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અત્યાધૂનિક રેલવે સ્ટેશનની ઉપર જ ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવી રહી છે. આટલુ જ નહીં પણ રેલવે પ્લેટફોર્મ પરથી હોટલમાં સીધા જઈ શકાય તેની માટે રસ્તો પણ આપવામાં આવ્યો છે.
કુલ 300 રૂમની ફાઈવ સ્ટાર હોટલ :
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કુલ 300 રૂમની ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવી રહી છે કે, જેની નીચેથી ટ્રેન પસાર થશે. હોટલના વ્યૂની વાત કરવામાં આવે તો હોટલમાંથી સીધા મહાત્મા મંદિર તથા ગુજરાત વિધાનસભા સંકુલ પણ જોવા મળશે.
એવી શક્યતા રહેલી છે કે, જાન્યુઆરી મહિનાના ત્રીજા અથવા તો ચોથા સપ્તાહમાં રેલવેમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ભારતમાં સૌપ્રથમ વખત એક રેલવે સ્ટેશન પર પ્રાર્થના રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેને કારણે ગુજરાતને એક નવી ભેટ મળશે.
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત :
સ્ટેશનની ઉપર ફાઈવ સ્ટાર હોટલમાં અંદાજે 300 રૂમ બનાવવામાં આવશે. જ્યારે સ્ટેશન પર મેડિકલ વ્યવસ્થા, નાના બાળકો માટે ફિડિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. સ્ટેશનમાં પ્રવેશ કરતાંની સાથે જ મેટલ ડિટેક્ટર્સ મુકવામાં આવ્યા છે તેમજ સમગ્ર રેલ્વે સ્ટેશન CCTV કેમેરાથી સજ્જ છે.
વિશ્વસ્તરનું આ રેલવે સ્ટેશન PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ :
સમગ્ર વિશ્વમાં એવાં કેટલાંક રેલવે સ્ટેશન આવેલા છે કે, જેની સરખામણી હવે ગાંધીનગર રેલવેસ્ટેશન સાથે થઈ શક્શે. કારણ કે, ગાંધીનગર રેલવે સ્ટેશન એરપોર્ટ સ્ટાઈલથી નિર્માણ પામી રહ્યું છે. ગાંધીનગર રેલવે સ્ટેશન PM નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.
વડાપ્રધાન બન્યા બાદ PM નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રોજેક્ટને પરવાનગી આપી દેવામાં આવી હતી. ગાંધીનગર રેલવે સ્ટેશનનો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યો તો એવી સંભાવના રહેલી છે, સમગ્ર દેશમાં વિવિધ રેલવે સ્ટેશનનું આવી જ રીતે નિવિનિકરણ કરવામાં આવે.
ગુજરાતની થઈ રહી છે કાયાપલટ!
આની પહેલા પણ ગુજરાતમાં PM મોદી દ્વારા સી-પ્લેન સર્વિસની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદથી લઈને કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસ પણ PM નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. ત્યારપછી ગાંધીનગર સ્ટેશન પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સથી જાણે ગુજરાતની કાયાપલટ થવા માટે જઈ રહી હોય એવું જણાઈ આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle