સુરત: પત્નીના વોચમેન સાથે બંધાયા હતા આડા સંબંધ, પતિને જાણ થતા પોતાની પોસ્ટ ઉપર ઓમ શાંતિ લખીને કરી હતી આત્મહત્યા

15 ડીસેમ્બરના રોજ સુરતના અડાજણમાં કારની લે-વેચ સાથે સંકળાયેલા એક ઉદ્યોગપતિ પાલ આરટીની સામે આવેલા નવા બનેલા સંકુલના 11મા માળેથી કૂદીને મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મરતા પહેલા ઉદ્યોગપતિએ તેની પોતાની તસવીર પર ઓમ શાંતિ અને રેસ્ટ ઓફ પીસ લખીને મિત્રને મોકલી હતી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સુરત ના અડાજણ ખાતે આવેલ એલ.પી.સવાણી રોડ કલાપી રેસીડન્સી બી/303 માં રહેતા 33 વર્ષીય વાહન દલાલ પારસ શ્યામભાઈ ખન્નાએ ગત 14 ડિસેમ્બરની મોડી રાત્રે પાલ આરટીઓ પાસે નવી બંધાતી કાસા રિવેરા બિલ્ડિંગના 11 માં માળેથી કૂદી આપઘાત કર્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. સોમવારની રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ આપઘાત કરનાર પારસ ઘરેથી નીકળી ગયા બાદ તેની શોધખોળ કરતા મિત્રોને લાશ મળી હતી. પોલીસ તપાસમાં યુવાનની પત્ની લોકડાઉન સમયે બિલ્ડિગનાં વોચમેનનાં પ્રેમ પડી હતી અને આ બાબતે પતિને જાણકારી મળતા આ બંનેને સમજાવતા બંનેએ આ યુવાન સાથે ઝઘડો કરતા હતા જેને લઈને કંટાળીને યુવાને આપઘાત કર્યો હતો.  આ મામલે પોલીસે બંને ઇસમો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા નો ગણો દાખલ કરી પત્નીની ધરપકડ કરી છે

11મા માળેથી કૂદીને મોતને વ્હાલું કરનાર યુવક સુરતના અડાજણ વિસ્તારમાં કલાપી રેસીડેન્સીમાં પારસ શ્યામ ખન્ના(ઉ.વ.33) પરિવાર સાથે રહેતો હતો. પત્નીના ચારિત્ર પર શંકાને લઈ થતા ઝઘડા પારસને આપઘાત સુધી ખેંચી ગયા હોવાનું પ્રાથમિક તારણ છે.

12 વર્ષ અગાઉ હિના સાથે પ્રેમલગ્ન કરનાર પારસ આઠ માસ અગાઉ લોકડાઉનમાં પત્ની સાથે પાલનપોર ખાતે સ્તુતિ આઈકોનમાં રહેવા ગયો હતો. ત્યાં નિઃસંતાન હિના બિલ્ડિંગના વોચમેનને દિલ દઈ બેઠી હતી. જોકે, આ પ્રેમ સંબંધ બાબતે પતિને જાણકારી મળતા પતિ પારસે વોચમેન અંકીત ગોવીંદ પ્રસાદને પત્ની હીના બંનેને સમજાવ્યા હતા. પણ હિના વાત માનતી ન હતી. અંકિત સાથે થોડો સમય વાત કરવાનું બંધ કરી ફરી સંબંધ રાખતી હિના પારસ સાથે ઝઘડો કરી તું મને છોડી દે તો મારાથી અંકિત સાથે જવાય તેમ કહેતી હતી.

આ સંબંધને લીધે તાણમાં રહેતો પારસ હિનાને લઈ માતાના ઘરે કલાપી એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યો તો અંકિત ત્યાં હિનાને મળવા આવતો હતો જોકે આ બાબતે કંટાળી પારસ નવેમ્બરમાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નવેમ્બર માસમાં પારસ આત્મહત્યા કરવા ઓએનજીસી બ્રિજ ઉપર પહોંચ્યો હતો. પરંતુ પોલીસે તેને પકડી લીધો હતો. તે સમયે સમાજની બીકે પારસે સાચું કારણ કહ્યું ન હતું.

પત્ની પારસ સાથે ઝઘડો કરતી હતી. જોકે આ બાબતે વોચમેન અંકિત પણ પારસને ધમકી આપી હતી કે જો તું અમારી વચ્ચે આવ્યો તો મારી નાખીશ પારસ બનાવના દિવસે રાત્રે હિનાના મોબાઈલ ફોન ઉપર મેસેજ જોયા બાદ ઝઘડો થતા ઘરેથી નીકળી કાસા રિવેરા બિલ્ડિંગ પર પહોંચ્યો હતો.પણ વોચમેન ધનબહાદુરે તેને અટકાવતા હું બિલ્ડરનો પુત્ર છું, સામાન અંદર રહી ગયો છે કહી અંદર ઘુસવા પ્રયાસ કર્યો હતો.

વોચમેને ના કહેતા પારસ વાંસની નીચેથી ઘુસ્યો હતો અને વોચમેનને ધક્કો મારી જતો રહ્યો હતો આત્મહત્યા કરતા પહેલા પારસે મિત્ર હાર્દિકને વ્હોટ્સએપ ઉપર મેસેજ કરી અંકિતનો ફોટો મોકલ્યો હતો. તેમાં નીચે લખ્યું હતું. હાર્દિક આ મારી મોતનો જીમ્મેદાર છે. મારું અંતિમ સંસ્કાર તું કરજે. 1234 પાસવર્ડ છે. મારો મોબાઈલ રાજહંસ એલીટા ઉપર ટેરેસે મુક્યો છે. તેવો મેસેજ કરી બિલ્ડિગમાં પ્રવસ કરિયાના થોડા સમયમાં પારસે 11 માં માળેથી પડતું મૂક્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *