સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના અમદાવાદમાંથી સામે આવી છે.
અમદાવાદ શહેરના ગોતાબ્રિજ વિસ્તારમાં રહેતા અશોકભાઈ (નામ બદલેલ છે) લોકડાઉન હોવના કારણે છેલ્લા 4 મહિનાથી ઘરે જ હતા. બાળકીની માતા અમુક કામ હોવાથી બહાર ગઈ હતી. આ સમયે ઘરમાં પાંચ વર્ષની બાળકી અને તેના પિતા જ એકલા ઘરે હતા. આ દરમ્યાન, એકલતાનો લાભ ઉઠાવીને પિતાએ હવસની ભૂખ પોતાની બાળકી ઉપર ઉતરી હતી.
મળતી માહિતી અનુસાર, એકલતાનો લાભ ઉઠાવીને પિતાએ પોતાની જ બાળકીને હવસનો શિકાર બનાવી છે. ગોતાબ્રિજ પાસે બાળકીને ખુલ્લી જગ્યામાં લઇ જઇને પિતાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ બાળકીએ તેની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. સોલા પોલીસે માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી પિતાની અટકાયત કરવા તજવીજ શરૂ કરી છે.
ગોતાબ્રિજ નીચે આવેલા કાચા છાપરામાં રહેતા એક પરિવારની પાંચ વર્ષની બાળકીને તેનો પિતા ગુરુવારે સાંજે ચારેક વાગ્યે બ્રિજ પાસે ખુલ્લી જગ્યામાં લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જયારે બાળકી રડવા લાગી ત્યારે તેને ઘરે મૂકી દીધી હતી. આ ઘટના બાદ બાળકીએ તેની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. માતાને આ અંગે જાણ થતાં તેને પોલીસને જાણ કરી હતી. સોલા પોલીસે બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી અને હવસખોર પિતાને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news