Flashback 2019: બોલીવુડની એવી ફિલ્મો જેણે આટલા કરોડનું કાઠું કાઢ્યું

Flashback 2019: Bollywood movies that have made so many crores

વર્ષ 2019 અલવિદા થવા જઈ રહ્યું છે અને 2020 આવી રહ્યું છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ બોલિવુડમાં અઢળક ફિલ્મો રિલીઝ થઈ. અમુક ફિલ્મો દર્શકોની આશાઓ પર ખરી ઉતરી અને બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી તો ઘણી ફિલ્મો ફ્લોપ પણ ગઈ. આ વર્ષે રિલીઝ થયેલી એ ટોપ 10 ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સૌથી વધુ કલેક્શન કરનાર બોલિવુડ ફિલ્મો છે.

ફિલ્મઃ વોર

કમાણીઃ 318 કરોડ

2 ઓક્ટોબર 2019એ રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ પહેલી વખત સાથે જોવા મળ્યા હતા. બન્નેનો એક્શન અવતાર લોકોને ખૂબ પસંદ આવ્યો હતો અને આજ કારણ છે કે ‘વોર’ 2019માં સૌથી વધુ કમાણી કરનાર બોલિવુડ મૂવી બની ગઈ છે.

ફિલ્મઃ કબીર સિંહ

કમાણીઃ 278.24

શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ ‘કબિર સિંહ’ 21 જૂન 2019એ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો અને તે બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ બની ગઈ.

ફિલ્મઃ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક

કમાણીઃ 244.06

વિક્કી કૌશલની ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક આ વર્ષની શરૂઆતમાં 11 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. આ મૂવી વર્ષ 2016માં ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ તેના જવાબમાં કરવામાં આવી હતી.

ફિલ્મઃ ભારત

કમાણીઃ 209.36

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ 5 જૂન 2019એ રિલીઝ થઈ હતી. તેમાં કેટરીના કેફ અને કોમેડિયન સુનીલ ગ્રોવર પણ મુખ્ય ભુમિકા નિભાવતા જોવા મળ્યા હતા.

ફિલ્મઃ હાઉસફૂલ 4

કમાણીઃ 206.00

આ વર્ષે ઓક્ટોમ્બર મહિનામાં 25 તારીખે રિલીઝ થયેલી ફિલ્મ ‘હાઉસફુલ 4’ને ભલે દર્શકોનો મિક્સ રિસ્પોન્સ મળ્યો હતો. પરંતુ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી અને વર્ષ 2019ની સૌથી વધુ કમાણી કરનાર 5મી ફિલ્મ બની ગઈ.

ફિલ્મઃ મિશન મંગલ

કમાણીઃ 200.16

13 ઓગસ્ટ 2019એ રિલીઝ થયેલી ‘મિશન મંગળ’ ઈસરોના વૈજ્ઞાનિકોની કહાની પર આધારિત છે. માર્સ ઓર્બિટરમાં યોગદાન આપ્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા સહિત ઘણી કલાકારોએ મુખ્ય ભુમિકા નિભાવી હતી.

ફિલ્મઃ ટોટલ ધમાલ

કમાણીઃ 154.30

મલ્ટી સ્ટારર ફિલ્મ ટોટલ ધમાલ 22 ફેબ્રુઆરી 2019એ રિલીઝ થઈ હતી. તેમાં અજય દેવગન, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, રિતેશ દેશમુખ સહિત ઘણા કલાકારોએ પોતાની કોમેડીથી દર્શકોને ખૂબ મનોરંજન પૂરુ પાડ્યુ.

ફિલ્મઃ કેસરી

કમાણીઃ 153 કરોડ

અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ 1897માં સારાગઢીમાં લડવામાં આવેલા એક એવા યુદ્ધની કહાણી છે. જ્યાં 21 સૌનિકોએ 10 હજાર અફગાનોના હોસ ઉડાવી દીધી હતા. આ ફિલ્મ 21 માર્ચ 2019એ રિલીઝ થઈ હતી.

ફિલ્મઃ છિછોરે

કમાણીઃ 150.36

6 સપ્ટેમ્બર 2019એ રિલીઝ થયેલી ફિલ્મ ‘છિછોરે’માં સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર સહિત ઘણા કલાકારો જોવા મળ્યા હતા. તેમાં કોલેજના દિવસોની કહાણીને દર્શાવવામાં આવી છે.

ફિલ્મઃ ગલી બોય

કમાણીઃ 149.31

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ‘ગલી બોય’ને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ ઉભો થયો હતો. દર્શકોએ આ ફિલ્મને ખૂબ પ્રેમ આપ્યો. આજ કારણ હતુ કે તેને ઓસ્કર એવોર્ડ માટે ભારતની તરફથી મોકલવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: