25 મે ના રોજ સાંજે 3 વાગ્યા ને 25 મિનિટ પર મુંબઈ થી દુબઈ જાતી એમિરેટ્સની ફ્લાઈટમાં છત્રપતિ મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરતા ઉદ્યોગપતિને પકડી લેવામાં આવ્યા. ફ્લાઇટ નો સમય 3 વાગ્યાને 35 મિનિટ હતો, પેસેન્જર પર બેસી ગયા હતા અને સેફ્ટી અનાઉન્સમેન્ટ પણ થઇ ગઇ હતી. પરંતુ ફ્લાઈટના પાયલોટે એક સંદેશ મળ્યો અને ફ્લાઇટ રોકી દેવામાં આવી. પાયલોટ રન-વે પર ફ્લાઇટને ઘુમાવીને ફરી પાર્કિંગમાં લઈ ગયો. ફ્લાઈટમાં અમુક લોકો ચડ્યા અને એક મહિલા તેમજ એક પુરુષને પોતાની સાથે લઈ ગયા. ત્યારબાદ બન્નેને હિરાસતમાં લઈ લેવામાં આવ્યા. આ બંને પતિ પત્ની એટલે કે નરેશ ગોયલ અને અનિતા ગોયલ.
નરેશ ગોયલ દેશની સૌથી મોટી વિમાન કંપની જેટ એરવેઝ ના માલિક છે. નરેશ ગોહિલ અને તેમની પત્ની પર સરકારી બેન્કોના અંદાજે 8 હજાર કરોડ ની લોન છે. લોનની રકમ અને દેશ છોડવાની આશંકા જોતા સરકારે નરેશ ગોહિલ અને તેમના પરિવાર વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું હતું. પરંતુ નરેશ અને તેમનો પરિવાર કોઈપણ રીતે ફ્લાઇટ પકડીને મુંબઈ થી દુબઇ અને દુબઈથી લંડન જવાના હતા. એજન્ટ્સની સતર્કતાને લીધે નરેશ ગોયલ ભાગવાથી બચી ગયો.
દેશ છોડીને કેમ ભાગી રહ્યો હતો નરેશ ગોયલ :-
જેટ એરવેઝ સપ્ટેમ્બર, 2018 થી જ ૧૩ હજાર કરોડના નુકશાન માં હતી. કંપની પર અત્યારે અંદાજે 8 હજાર કરોડ નું દેવું છે. 120 વિમાન ધરાવતી જેટ એરવેઝ કર્મચારીઓની સેલેરી અને લોનનું વ્યાજ પણ ચૂકવી ન શક્યું. જેટ એરવેઝ શરૂ રહી શકે તે માટે તેમને 3,500 કરોડ ની જરૂર હતી જે પૈસા પણ તેમને ન મળ્યા. પરિણામે 17 એપ્રિલ 2019 ના રોજ છેલ્લી flight પણ બંધ થઈ ગઈ. પરિણામે છેલ્લે તેઓ બધી જ રીતે નાકામ થતાં લન્ડન હિન્દુજા ગ્રુપ અને એતિહાદ એરવેઝ સાથે વાત કરવા માટે ગયા હતા પણ તેની પહેલા તેમની ધરપકડ થઈ ગઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.