એમેઝોનના ફ્રિડમ સેલને ટક્કર આપવા માટે ફ્લિપકાર્ટ પણ નેશનલ શોપિંગ ડેઝ સેલ લઈને આવ્યું છે. સ્વતંત્રતા દિને ફ્લિપકાર્ટ આ સેલ લઈને આવ્યું છે. સેલ આમતો 8 ઓગસ્ટથી શરૂ થશે. પરંતુ Flipkart Plus મેમ્બર્સ માટે સેલ 7 ઓગસ્ટ રાત્રે આઠ વાગ્યાથી શરૂ થવાનો છે. National Shopping Days 2019 sale માટે ફ્લિપકાર્ટે ICICI બેન્કની સાથે ટીમ અપ કર્યું છે. ICICI બેન્ક પોતાના ડેબિટ અને ક્રેડિટ યુધર્સને 10 પરસેન્ટ ઈન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. સેલ 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ચાલશે.
ફ્લિપકાર્ટ નેશનલ શોપિંગ ડેઝ સેલ પર મોબાઈલ ફોન, ટેબલેટ્સ, લેપટોપ, ટીવી, સ્પીકર્સ અને અન્ય પોપ્યુલર પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે. ફ્લિપકાર્ટે મોબાઈલ ફોન્સ પર અમુક ટોપ ઓફર્સ જાહેર કર્યા છે. તે ઉપરાંત સેલ પર તે અમુક પ્રોડક્ટ્સની ફ્લેશ સેલ પણ રન કરશે. Redmi Note 7 Pro હવે ઓપન સેલ પર અવેલેબલ છે. આ ફોન પર એક્સટ્રા એક હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.
ફ્લિપકાર્ટ Xiaomi’s Redmi Note 7S અને Realme 3 Pro પર અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત પણ ઓફર કરવામાં આવી રહી છે. સાથે જ Honor 20i પર પણ ચાર હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Vivo Z1 Pro પર પણ એક હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ત્યાં Oppo K1 (4GB, 64GB)ને તમે 12,990માં ખરીદી શકશો. આ ફોનની કિંમત 18,990 રૂપિયા છે.