કલેક્ટરને ધમકી આપનાર પૂર્વ CM શિવરાજસિંહની મુશ્કેલી વઘી, IAS અધિકારીઓએ કરી ફરિયાદ

Published on: 10:44 am, Fri, 26 April 19

શિવરાજસિંહ ચૌહાણે બે દિવસ અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન મધ્યપ્રદેશના એક જિલ્લામાં કલેકટરને ખુલ્લેઆમ ધમકી આપી હતી. ધમકી આપવાના સૂરમાં શિવરાજ ચૌહાણે કલેકટરને કહ્યું હતું કે એ, પિઠ્ઠુ કલેકટર સાંભળી લે અમારા દિવસો પણ આવશે ત્યારે તારું શું થશે? આ નિવેદન બાદ મધ્યપ્રદેશના આઇએએસ ઓફિસર ના સંગઠન એ આ બાબતે નારાજગી વ્યક્ત કરીને મધ્ય પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને આ નિવેદન બાબતે કાર્યવાહી કરવા માટે વિનંતી કરી છે. પત્રમાં આઇએએસ ઓફીસર ના એસોસિએશને જણાવ્યું છે કે, શિવરાજ સિંહ દ્વારા કલેકટરને ધમકાવવાથી ચૂંટણીની નિષ્પક્ષતા જળવાતી નથી.

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજસિંહ ચૌહાણ એક ચૂંટણીસભા દરમિયાન કલેક્ટરને ધમકી આપી બેઠાં. શિવરાજસિંહ ચૌહાણના હેલિકોપ્ટરને છિંદવાડાના ઉમરેઠમાં ઉતરવાની મંજૂરી આપવામાં ન આવી અને તેમણે ત્યાં સડકમાર્ગે પહોંચવું પડ્યું.

બાદમાં રેલીમાં કલેક્ટરને ધમકા આપતા શિવરાજસિંહે કહ્યું કે બંગાળમાં મમતાદીદી હેલિકોપ્ટર ઉતરવા દેતાં નહોતાં. હવે મમતા દીદી બાદ કમલનાથ દાદા. એ પિઠ્ઠું કલેક્ટર સાંભળી લે, અમારા દિવસો પણ જલ્દી આવશે, ત્યારે તારું શું થશે?

જાણવા મળ્યા મુજબ શિવરાજસિંહ ચૌહાણના હેલિકોપ્ટરે સાંજે 5:30 વાગ્યે લેન્ડ કરવાનું હતું પરંતુ બાદમાં તેમને જાણકારી આપવામાં આવી કે તેઓ પાંચ વાગ્યા પછી હેલિકોપ્ટર લેન્ડ નહીં કરી શકે. આમ હેલિકોપ્ટરને ઉતરવા દેવાની મંજૂરી ન મળતા શિવરાજસિંહને છિંદવાડાના ઉમરેઠ ખાતે ચૂંટણીસભામાં સડકમાર્ગે પહોંચવાની ફરજ પડી.

શિવરાજ સિંહ ચૌહાણનું હેલિકોપ્ટર ને લેન્ડીંગ ન થવા પાછળ સીએમ કમલનાથ પર આરોપ લગાવતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, કમલનાથ ભાઈ અમને હેલિકોપ્ટર નહીં ઉતારવા દેશો તો અમે કારથી જઈશું, કાર નહી જવા દો તો અમે પગપાળા જઈશું, પરંતુ અમે છિંદવાડા છોડીને જઈશું નહીં. સાથે સાથે કહ્યું કે અમે ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છીએ, પરંતુ અમે ક્યારેય કોઇને હેલિકોપ્ટર ઉતારવાથી રોક્યા નથી. સાથે સાથે કમલનાથ સરકારને ધમકી આપતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, હું આ માટી નો દીકરો છો સરકારને ઈંટને ઈંટથી જવાબ આપીશ.