ગાંડીતુર થઇ તાપી- રેવા નગરમાં ઘુસ્યા પાણી, મોડી રાત્રે કેટલાય પરિવારો થયું સ્થાનાંતર

ગુજરાત: હાલ ગુજરાતના માથા પરથી શાહીન વાવાઝોડા(Shaheen hurricane)નું સંકટ તો ટળી ગયુ છે. પરંતુ તેની અસર ગુજરાત પર પડશે. ગુજરાત(Gujarat)ના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની અસરના લીધે જોરદાર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત(South Gujarat)માં વરસેલા ભારે વરસાદને કારણે ગુજરાતના અનેક ડેમો ઓવરફ્લો થયા છે. આ દરમિયાન ઉકાઈ ડેમ(Ukai Dam) ઓવરફ્લો થતા તાપી નદી(Tapi river)ના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો પર સંકટ જોવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત જોવા મળી છે. હાલ ડેમમાં 2,42,176 ક્યુસેક પાણીની આવક નોંધવામાં આવી છે. તો સામે ડેમમાંથી 2,07,253 ક્યુસેક પાણીની જાવક પણ નોંધવામાં આવી છે. ડેમના 22 ગેટ માંથી 15 ગેટ ખોલતા તાપી નદીમાં આનુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 15 ગેટ 7 ફૂટ સુધીના ખોલવામાં આવ્યા છે. હાલ ડેમની સપાટી 342.15 ફૂટ પર પહોંચી છે. ડેમની ભયનજક સપાટી 345 ફૂટ સુધી પહોંચી ગઈ છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડતા નદી કિનારેના લોકોને એલર્ટ જાહેર કર્યા છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરત વિયર કમ કોઝવેની સપાટી 9.6 મીટર ઉચી આવી છે. કોઝવેથી 253662 ક્યુસેક પાણીની જાવક છે. સુરત અડાજણ રેવાનગરના લોકોને રાત્રે સ્થાનાંતર કરવાની ફરજ પડી છે. બે લાખ ક્યુસેક પાણી છોડતા તમામને સ્થાનાંતર કરવા પડયા છે. તે લોકોને નજીકની સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા નગરપાલિકા દ્રારા કરવામાં આવી છે. મોડી રાત્રે તમામને તકેદારીના ભાગે સ્થાનાંતર કરવામાં આવ્યા છે. મોડી રાત્રે મેયર પણ રેવા નગર પહોંચ્યા છે.

તાપી નદીમાં પાણીનું લેવલ વધતા સુરતના રેવા નગરમાં પાણી ભરાઈ ગયા છે. 7 પરિવારોને મોડી રાત્રે સરકારી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ લોકોની હાલત દયનીય બની છે. આ પરિવારોનો મોટાભાગનો સામાન પાણીમાં પલળી ગયો છે. મનપા નુકસાની વળતર ચૂકવે તેવી તે લોકો માંગ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષમાં આ સપ્ટેમ્બરમાં રેકોર્ડબ્રેક 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. સીઝનનો 52 ટકા વરસાદ માત્ર 28 દિવસમાં પડયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *