ફ્રાંસમાં રવિવારે 14 જૂલાઈએ બેસ્ટાઈલ ડે પરેડનું સેલિબ્રેશન મોટા ઉત્સાહની સાથે કરવામાં આવ્યુ હતુ. પરેડ દરમ્યાન ફ્લાઈંગ સોલ્જરે રાષ્ટ્રપતિ ઈનેમુએલ મૅક્રોં સહિત બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ. ફ્રાંસનાં શોધકર્તા જૈપાટા ટર્બાઈન એન્જીનની મદદથી ઉડાન ભરી રહ્યો હતો. તેણે પોતાના હાથમાં અનલોડેડ ગન પણ રાખી હતી. ફ્લાઈંગ સોલ્જરનાં કરતબો જોઈને સૌ કોઈ આશ્વર્ય પામ્યા હતા.
નેશનલ ડે સેલિબ્રેશનમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈનેમુએલ મૅક્રોં અને જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલની સાથે અન્ય પણ બીજા રાજનેતાઓ હાજર હતા. મૅકોં ફ્લાઈંગ સોલ્જરથી ઘણા પ્રભાવિત થયા હતા. તેમણે ફ્લાઈંગ સોલ્જરનો એક વીડિયો પણ શેર કર્યો હતો. તેમણે લખ્યુ હતુકે, અમને અમારી સેના પર ગર્વ છે. આ આધુનિક અને ઈનોવેટિવ છે.
ઘણી મુશ્કેલીઓનો કરશે સામનો
રશિયન ટેલીવિઝન નેટવર્કના રિપોર્ટ મુજબ, ફ્રાંસની સેના તરફથી ગયા વર્ષે એરોનોટિકલ માઈક્રો-જેટ એન્જીનની શોધ માટે જૈપાટાને 1.47 મિલિયન આપવામાં આવ્યા હતા. ફ્લાઈંગ સોલ્જરને લઈને એક ફ્રાંસનાં અધિકારીએ કહ્યુ હતુકે, આ શોધનો ઉપયોગ ઘણા બધા ઉપયોગમાં લઈ શકાય. તેનાથી ઘણી મુશ્કેલીઓ હલ થઈ શકે છે.
Fier de notre armée, moderne et innovante. pic.twitter.com/DQvIfPolQf
— Emmanuel Macron (@EmmanuelMacron) July 14, 2019
ઉલ્લેખનીય છેકે, રાષ્ટ્રપતિ મૈકોંએ શનિવારે જાહેરાત કરી હતીકે, તેમણે દેશનાં અંતરિક્ષ રક્ષા નીતીને પ્રોત્સાહન આપવા માટે સામરિક હિતોની રક્ષા સારી રીતે કરવા માટે દેશની વાયુસેનામાં એક સ્પેસ કમાન્ડ બનાવવાની મંજૂરી આપી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.