ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં ડ્રગ્સ માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે, જે ખુલ્લેઆમ શહેરમાં ડ્રગ્સ સપ્લાય કરે છે, અને તંત્રને આ અંગે જાણકારી નથી. દારૂની દુકાનો શોધતાં યુવાનો હાલ ડ્રગ્સના રવાડે ચડ્યા છે. 1 કરોડના MD ડ્રગ્સ બાબતે અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે અમુક દિવસો પહેલા મુખ્ય આરોપી ફાક અહેમદ ઉર્ફે અફાક બાવાની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી હાલ સુરત શહેરમાંથી ક્રાઇમ બ્રાંચે 1 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું છે. અહિયાં નોંધપાત્ર એ છે કે, સુરત શહેરમાં ઘણા સમયથી ડ્રગ્સ મળી આવે છે.
મોટા શહેરનો યુવા વર્ગ રોજબરોજ પાઉડર, ગોળી અને ગાંજા સાથેના નશીલા પદાર્થો ખાતા-પીતા થયા છે. મેથામેફટામાઇન અને મિથાઇલ ડાયમેકિસ(MD)નામના વાઇટ કે કથ્થઈ રંગના પાઉડરના ડ્રગ્સનું સેવન શાળા અને કોલેજોના યુવાનો કરી રહ્યા છે. મેક્રાડોન અને MD નામના ડ્રગ્સ હવે મોંઘી હેરોઇન અને કોકેઇનનો સમાનર્થી બની ચૂક્યા છે.
પોલીસે આ અંગેની કામગીરી હાથ ધરી છે, પણ તે ખાલી આવા ખેપિયાઓ સુધી માર્યાદિત રહી છે. મોટા શહેરમાં વર્ષોથી ડ્રગ્સ મળી આવે છે જે સુરત શહેરમાં નશાખોરીનું ચિત્ર પ્રગટ કરે છે. તે સમયે ક્રાઇમ બ્રાન્ચની કામગીરી તો સરાહનીય છે પણ ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ આવે છે ક્યાંથી? ડ્રગ્સ અને ગાંજો કઈ રીતે ગુજરાત રાજ્યમાં પ્રવેશે છે ?
મોટા રાજ્યો જેવા કે, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓરિસ્સામાંથી ડ્રગ્સ મોટા પ્રમાણમાં ગુજરાત રાજ્યમાં ઘુસાડવામાં આવે છે. રેલ્વે માર્ગે બીજા ઘણા રાજ્યોમાંથી સુરત શહેરમાં લાવવામાં આવે છે ગાંજો અને અન્ય ડ્રગ્સ. સુરત શહેરના ડ્રગ્સ લાવનાર અમદાવાદની સાથેના બીજા મોટા શહેરોમાં સપ્લાઈ કરે છે. દારૂમાં પોતાની ઈજ્જત જવાની બીકે યુવાનો ડ્રગ્સ લેવાનું વધુ પસંદ કરે છે.
આર્થિક રીતે રોજબરોજ વિકાસના ઝડપી પગલા ભરી રહેલાં ગુજરાત રાજ્યનું મોટાભાગનો યુવાવર્ગ આવનારા વર્ષોમાં પતન થઈ જાય તો તમે કોઈ નવાઈ ની વાત નથી. હાલ ગુજરાત રાજ્યના વાલીઓ પોતાના સંતાનોને દારૂથી દૂર રાખવા માટે ઘણી કોશિશ કરી રહ્યા છે ત્યારે તો જાણવામાં આવ્યું કે, દર વર્ષે લગભગ 10 હજાર kg ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ગુજરાત અને અન્ય ઘણા મોટા રાજ્યમાં ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોના સંતાનો ડ્રગ્સ લેવામાં આગળ છે. દારૂમાં ઈજ્જત જવાની બીકે યુવાનો ડ્રગ્સ લેવાનું વધારે પસંદ કરે છે.
પંજાબ રાજ્ય એ મોટું ડ્રગ સપ્લાયર…
આજુબાજુના ઘણાં રાજ્યની વાત કરવામાં આવે તો પંજાબથી રાજસ્થાનમાં આવેલ ડ્રગ્સ ગુજરાત સુધી પહોચાડવામાં આવે છે જ્યારે પશ્ચિમ બંગાળ રાજ્યથી ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની લાવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આ બધા નશાનો ધંધો અત્યારે ખુબ સારો ચાલી રહ્યો છે. હાલ સુધી છુપાઈને રાત્રીના અંધારામાં થતા આ વેપારો હવે દિવસના અજવાળામાં ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યો છે.
પ્રતિ એક વર્ષે 50 હજાર kgથી વધારે ડ્રગ્સવેચાય છે. માફિયાઓને ગુજરાત રાજ્યમાં લગભગ 50 હજાર kgથી વધારે અનેક પ્રકારના ડ્રગ્સ વેચાઈ રહ્યા છે. પ્રતિ એક વર્ષે લગભગ 10 હજાર kg જેટલું ડ્રગ્સ તો ઝડપાયુ છે. ATS દ્વારા વર્ષ 2019માં 2920 kg ગાંજો, 531.381 kg અફીણ, 102.182 kg હેરોઈન-બ્રાઉન સુગર આટલા ડ્રગ્સ પકડાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle