ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લો પશુપાલન તરીકે પણ ઓળખાય છે. જ્યારે આ વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં ઘાસચારાનું વાવેતર થયું છે. બનાસકાંઠામાં આ વખતે ખરીફ સિઝનમાં સૌથી વધુ 2,10,270 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે. જ્યારે આ વર્ષે વધુ પ્રમાણમાં વરસાદ પડવાના કારણે આ વર્ષની ખરીફ સિઝનમાં મગફળી સહિતના અન્ય પાકોનું વાવેતર નિષ્ફળ ગયું હતું અને બહુ જ ઓછા પ્રમાણમાં વાવેતર થયું હતું.
આ વર્ષે વધુ પડતા વરસાદ પડવાના કારણે એવું સ્પષ્ટ દેખાતું હતું કે શિયાળાની ઋતુમાં પશુપાલકો માટે ઘાસચારાની તંગી રહેશે. પરંતુ આ વર્ષે જુવાર, રજકા, બાજરી સહિતના વાવેતર વધતા પશુપાલકોને બહુ મોટી રાહત મળે છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 2,10,270 હેકટર વિસ્તારમાં ધાસચારાનું વાવેતર થયું છે.
અંગે પશુપાલકો જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, દર વર્ષે શિયાળાની ઋતુમાં બનાસકાંઠા જિલ્લામાં ઘાસચારાની બહુ મોટી પાછળ થતી હોય છે જેનાથી પશુઓને ચાવી લીલો ઘાસચારો મળતો નથી. જેના કારણે જેના કારણે શિયાળાની ઋતુમાં સૂકા ઘાસચારા ના ભાવ બહુ વધી જતા હોય છે. આ વર્ષે વધુ પ્રમાણમાં ઘાસચારાનું વાવેતર વધુ પ્રમાણમાં થતાં, જેથી શિયાળામાં સૂકા ઘાસને અછત થશે નહી.
આ અંગે કેટલાક ખેડૂતો દ્વારા જાણવા મળ્યું હતું કે, આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અસાડી અને શ્રાવણ માસમાં અષાઢ અને શ્રાવણ મહિનામાં બહુ જ વધારે પ્રમાણમાં વરસાદ પડતાં ખેતીના પાકમાં મગફળી સહિત ઓછું વાવેતર થયું છે.
જ્યારે આ વર્ષે સતત વરસાદને કારણે બીજા પાકનું વાવેતર થઈ શક્યું ન હતું અને બનાસ નદીમાં પણ પાણી આવ્યું છે. પછી વરસાદે વિરામ લીધા બાદ પાછળથી ઘાસચારાનું વાવેતર બહુ જ મોટા પ્રમાણમાં થતાં પશુપાલકોમાં ખુશી પ્રસરી આવી હતી કે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષ પૂરતું ઘાસચારો મળી આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.