રાતોરાત મટાડો કાયમી ઝાડા અને મરડો- જો આ પ્રમાણે કરશો તો ટૂંક સમયમાં જ જોવા મળશે સારું પરિણામ

હાલમાં વરસાદની ઋતુ ચાલી રહી છે. વર્ષાઋતુમાં ખાસ કરીને વાયુના પ્રકોપથી થતી વ્યાધિઓનું પ્રમાણ વધારે જોવા મળે છે, કારણ કે વર્ષાઋતુ એ વાયુના પ્રકોપની ઋતુ છે. આવી વ્યાધિઓમાં મરડાની ગણતરી કરી શકાય. આંતરડામાં પેટમાં જ્યારે મરડાટ-ચૂંક સાથે વારંવાર મળપ્રવૃત્તિએ જવું પડે ત્યારે તેને મરડો કહેવામાં આવે છે. પેટમાં ‘મરડાટ’ અથવા ચૂંક-આંકડી આવવી એ મરડાનું પ્રત્યાત્મ લક્ષણ છે. મરડાને આયુર્વેદમાં ‘પ્રવાહિકા’ અને અંગ્રેજીમાં ‘એમેબીકડીસેન્ટ્રી’ કહેવામાં આવે છે. આયુર્વેદમાં મરડાના વાયુ, પિત્તાદિ, દોષાનુસાર ત્રણ તથા રક્તથી થતો મરડો એમ કુલ ચાર પ્રકાર ગણાવ્યા છે.ઝાડા મરડો મટાડવા માટેના અમુક ઉપાયો અહીં જણાવવામાં આવ્યા છે.

ઝાડા મરડો મટાડવાના ઉપાયો:

અજમો, હરડે , સિંધવ અને હિંગની ફાકી થી મરડો મટે છે.

મેથીના લોટમાં દહીં ભેળવી ને ખાવાથી મરડો મટે છે.

મરીનું ચુર્ણ છાસમાં ખાવાથી મરડો મટે છે.

આંબાના સૂકા ફૂલોના ચૂર્ણ લેવાથી ગમે તેવો જુનો મરડો મટે છે.

લીંબુના રસને ગરમ કરી તેમાં સિંધવ અને ખડી સાકર મેળવીને પીવાથી મરડો મટે છે.

થોડા તલ અને સાકર વાટી ચાટવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.

મઠ બાફીને તેમાં છીણેલા કાંદા મેળવીને ખાવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.

કાંદાને બારીક વાટી ત્રણ-ચાર વાર પાણીમાં ધોઈ દહીં સાથે ખાવાથી ઝાડા માં પડતું લોહી બંધ થાય છે.

ડુંટી એ આદુનો રસ ચોપડવાથી ઝાડા માટે છે.

મેથીની ભાજીના રસમાં ખાંડ મેળવીને પીવાથી મરડો મટે છે.

માખણ અને ખડી સાકર મેળવીને ખાવાથી મરડો મટે છે.

કેરીના ગોટલાનું ચુર્ણ છાશ અથવા ચોખાના ઓસામણમાં લેવાથી મરડો મટે છે.

થોડા ગરમ પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ પીવાથી ઝાડા અને મરડો મટે છે.

તુલસીના પાંચ પાન અને બે ગ્રામ સંચળ,50 ગ્રામ દહીં મેળવીને ખાવાથી ઝાડા અને મરડો મટે છે.

ગરમ પાણી સાથે સુંઠ ફાકવાથી સૂંઠનો ઉકાળો બનાવી તેમાં રૂપિયાભાર એરંડિયું નાખીને પીવાથી મરડો મટે છે.

ગાજરનો રસ પીવાથી ઝાડા બંધ થાય છે.

ચીકુની છાલનો ઉકાળો પીવાથી ઝાડા બંધ થાય છે.

ખજૂરના ઠળિયા બળી ને રાખ થઈ ગયા પછી ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા બંધ થાય છે.

એલચીના ફોતરાની રાખ મધમાં ચાટવાથી ઝાડા બંધ થાય છે.

સુંઠનું ચુર્ણ છાશમાં મેળવી બબ્બે કલાકે લેવાથી ઝાડા બંધ થાય છે.

કાચું પપૈયું પાણીમાં ઉકાળી પીવાથી ઝાડા મટે છે.

જાયફળ પાણીમાં ઘસીને સવાર સાંજ અડધી ચમચી જેટલું ચાટવાથી ઝાડા બંધ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *