સુપ્રીમ કોર્ટને સિનેમા હોલમાં મળતી મોંઘી ખાણી-પીણીની કિંમત પર એક અરજી મળી હતી સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરી અને કહ્યું કે, સિનેમા હોલના માલિકને હોલની અંદર ખાણી-પીણીની વસ્તુની કિંમત નક્કી કરવા માટે સંપૂર્ણ પણે આજાદ છે. કોર્ટે એમ પણ કહ્યું કે, સિનેમા હોલમાં પીવાનું પાણી મફતમાં આપવાનું ચાલુ કરવું પડશે.
જમ્મુ કાશ્મીમાં મલ્ટિપ્લેક્સ અને મૂવી થિયેટરોમાં લોકોને પોતાનો ખાણી-પીણીની વસ્તુ સાથે લઇ જવાની જે પરવાનગી આપવામાં આવી હતી તેને સુપ્રીમ કોર્ટે રદ કરી છે. કોર્ટ 2018ના ચુકાદાને પડકારતી થિયેટર માલિકો અને મલ્ટિપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલી અરજીઓની બેંચની સુનાવણી કરી રહી હતી.
CJI એ કહ્યું કે, સિનેમા હોલ પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને તેથી સિનેમા હોલમાં માલિકના અંતર્ગત નિયમો અને શરતો લાગુ કરી શકે છે. બેંચે કહ્યું કે, કોઈ પણ સિનેમા હોલમાં જાય છે ત્યારે તેમને સિનેમા હોલમાં માલિકના બનાવેલા નિયમો અને શરતોનું પાલન કરવું પડશે. તેમજ મલ્ટિપ્લેક્સમાં ખાવાનું વેચવું કોમર્શિયલ મામલો છે.
પોપકોર્નનો ભાવ BOOKMYSHOW એપ, ગુરુગ્રામમાં એમ્બિયન્સ મોલ અને સિટી સેન્ટર, PVR માં સ્વાદ અને ટેસ્ટ અનુશાર હોઈ છે. અંદાજે 340-490 રૂપિયા પોપકોર્નનો ભાવ છે. અને 330-390 રૂપિયા પેપ્સીનો ભાવ છે. ત્યારે બેંગલુરુમાં ફિનિક્સ માર્કેટસિટી મોલમાં PVRમાં પોપકોર્નનો ભાવ 180-330 રૂપિયા છે.
PVRના ચેરમેન અને એમડી અજય બિજલીના કહ્યા પ્રમાણે હોલમાં ખાદ્યપદાર્થો અને પીણાનો સિનેમા બિઝનેસ રૂ. 1,500 કરોડનો થયો છે. અને સતત વધતા આ ખર્ચને કારણે PVR જેવી મૂવી થિયેટર કંપનીઓને ખાદ્યપદાર્થો અને પીણાના ખર્ચ ઊંચા રાખવાની ફરજ પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.