આ સમગ્ર બનાવ પાણીપતના પાલનો હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં માતલૌડા પોલીસ સ્ટેશન વિસ્તારના રેરાક્લાન ગામના રહેવાસી શુભમે જણાવ્યું કે, મુનક બ્રિજ પાસે તેની કન્ફેક્શનરીની(કરિયાણા) દુકાન છે. 15 ઓગસ્ટના રોજ મુખીજા શેરીમાં રહેતી તેની માસીનો પુત્ર સની તેના મિત્ર રાજવંશી સાથે તેની દુકાને આવ્યો હતો. જતી વખતે, સની દુકાન પર પોતાનો મોબાઈલ ભૂલી ગયો. થોડા સમય પછી, સનીએ મિત્રના ફોન પરથી પોતાના ફોનમાં ફોન કર્યો અને કહ્યું મારો મોબાઇલ ભૂલી ગયો તે તેને રિફાઇનરી બ્રિજ પર મોબાઇલ લાવવા જણાવ્યું. શુભમ તેના મિત્ર નરેશ સાથે સનીનો મોબાઈલ આપવા રિફાઇનરી બ્રિજ પર ગયો હતો. જે પછી ચાર સાથીઓએ હોટલે જમવા માટે ગયા. જ્યારે ખાવામાં માખી નીકળતા તેણે હોટલ મેનેજરને તે અંગે ફરિયાદ કરી.
હુમલાખોરો 3 બાઈક પર આવ્યા હતા
જ્યારે ખાવામાં માખી નીકળતા તેણે હોટલ મેનેજરને તે અંગે ફરિયાદ કરી હતી. ત્યારબાદ, હોટલ મેનેજર સાથે ઝઘડો થયો હતો. હોટલનું બિલ ચૂકવ્યા પછી ચારેય લોકો હોટલમાંથી નીકળી ગયા. ત્યારે રસ્તામાં ફાટક બંધ હોવાથી તેવો ઉભા રહ્યા હતા. ત્યારબાદ હોટલ મેનેજર સહિત લગભગ 9 લોકો 3 બાઇક પર ત્યાં પહોંચ્યા અને બધાએ મારવાનું શરૂ કર્યું. જ્યારે સનીએ 112 પર ફોન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ તેનો ફોન ખેચીને ફેંકી દીધો. નરેશ અને રાજવંશી ભાગી ગયા, પરંતુ આરોપીઓએ અન્ય બે છોકરાઓને પકડી લીધા અને લાકડીઓથી માર માર્યો. આ ઉપરાંત, આરોપીઓએ આ હુમલાનો વીડિયો પણ બનાવ્યો હતો.
શુભમે જણાવ્યું કે, હોટલ મેનેજરે તેની સાથે ક્રુરતા આચરી હતી, તે દરમિયાન યુવાન બેહોશ થયો હતો અને ત્યારપછી પણ આરોપીએ તેને તેના મોઢા પર પાણી છાંટીને હોશમાં લાવ્યો અને ફરી તેને માર માર્યો હતો. આ દરમિયાન આરોપીએ તેના ગળામાંથી સોનાની ચેઇન અને પર્સ પણ લૂંટી લીધા હતા. જે બાદ તે કોઈક રીતે ઘરે પહોંચ્યો હતો અને પરિવારે તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.