હાલમાં જયારે રાજ્યના સુરત શહેરમાં સતત વધતાં જતાં કોરોના સંક્રમણને લીધે મૃત્યુઆંક સતત ઊંચો થતો જઈ રહ્યો છે. સ્મશાનોમાં સતત મૃતદેહો આવ્યા છે જેને લીધે મૃતદેહોના ઢગલા જોવા મળ્યા છે. આવી કરુણાંતિકાની પરિસ્થિતિ વચ્ચે પણ લોકો નિર્દય થઇને કમાવવાનું છોડતા નથી. શહેરના અશ્વિનીકુમાર સ્મશાનમાં અંતિમક્રિયા કરવા માટે 1500થી લઈને 2,000 પડાવવામાં આવ્યો હોવાનો આરોપ છે.
કલાકો સુધી અંતિમક્રિયા માટે રાહ જોવી પડે છે:
શહેરના અશ્વિનીકુમાર, કુરુક્ષેત્ર તથા ઉમરા સ્મશાન ગૃહમાં મૃતદેહોના ઢગલા જોવા મળ્યા છે. હોસ્પિટલમાંથી મૃતદેહને સ્મશાનમાં લઈ જવામાં આવ્યા છે. એક એમ્બ્યુલન્સમાં 4 જેટલા મૃતદેહો લઈ જવામાં આવે છે. અંતિમક્રિયા કરવાં માટે મૃતકના સબંધી વેઇટિંગમાં છે. કલાકો સુધી અંતિમક્રિયા માટે રાહ જોવી પડે છે. લોકો આવી પરિસ્થિતિમાં માનસિક રીતે ત્રસ્ત થઈ ગયેલા જોવા મળ્યા છે.
પાછળના ટોકન નંબર હોય તેમને પણ પહેલાં અંતિમક્રિયા:
કલાકો સુધી રાહ જોયા પછી પણ અગ્નિદાહ ન થયો હોવાની ચોંકાવનાર ઘટના સામે આવી છે. કેટલાક ઈસમો મૃતકના સંબંધીઓ પાસેથી રૂપિયા ખંખેરી લઈને ઝડપથી અંતિમક્રિયા કરાવી આપી રહ્યા છે. જો કલાકો સુધી વેઇટિંગમાં ઊભાં રહેવું હોય તો 1,500-2,000 રૂપિયા આપવા પડશે એવી માંગણી કરવામાં આવી છે.
અશ્વિનીકુમાર સ્મશાનમાં મૃતકોની સંખ્યા વધતા બધાંને ટોકન ફાળવવામાં આવ્યા છે તેમજ તે ટોકન મુજબ અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવી છે પણ જ્યારે કલાકો સુધી અંતિમસંસ્કારની પ્રક્રિયા પૂર્ણ ન થતાં જાણ થઈ હતી કે, સ્મશાન ગૃહના કેટલાક ઇસમો રૂપિયા લઈને પાછળના ટોકન નંબર હોય તેમને પણ પહેલા અંતિમક્રિયા કરી આપે છે.
લાશોના નામે પણ કમાણી કરતા હોવાના આક્ષેપ:
મૃતદેહોના નામે પણ કમાણી કરવાનું લોકો છોડી રહ્યાં નથી આવા પ્રકારની હાલત સ્મશાનમાં જોવા મળી છે. કોરોના સંક્રમણને લીધે એકાએક પોતાના સ્વજનોને ગુમાવવાનું દુઃખ તેમજ બીજી બાજુ આવા લાલચી ઈસમો આવા સમયમાં પણ નિર્લજ્જ થઈને મૃતદેહની અંતિમવિધિ માટે પણ પૈસા કમાવવાનું તરકટ રચી રહ્યા છે.
1000, 1500 અને 2000 રૂપિયા લઈને પહેલાં અંતિમક્રિયા:
હરીશ ગુર્જર જણાવે છે કે, સ્મશાનમાં સવારથી જ લોકો સ્વજનોની અંતિમવિધિ કરવાં માટે લાંબી કતારો લગાવીને બેઠાં હોય છે. તેમને ટોકન આપવામાં આવ્યા છે તેમજ સાંજ પડી તો પણ તેમનો નંબર આવ્યો નથી. પાછળના ટોકન નંબર હોય તેમને પણ 1000, 1500 તથા 2000 રૂપિયા લઈને પહેલા અંતિમક્રિયા કરી આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.