પાકિસ્તાની પ્રેમીને મળવા ઘરબાર છોડી પાકિસ્તાન રવાના થઇ ભારતીય પરણીતા, પછી જે થયું…

હાલમાં એક ખુબ ચોંકાવનાર ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં પ્રેમ સાથે સંકળાયેલા કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. જયારે કેટલીક પ્રેમની એવી પણ ઘટનાઓ…

હાલમાં એક ખુબ ચોંકાવનાર ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં પ્રેમ સાથે સંકળાયેલા કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. જયારે કેટલીક પ્રેમની એવી પણ ઘટનાઓ બનતી હોય છે કે, જે બિલકુલ અલગ હોય છે. જેમાં પ્રેમમાં તમામ હદો પાર કરી હોય તેવું જોવા મળતું હોય છે. આવી જ ઘટના સામે આવી છે કે, જેમાં મહિલાને પાકિસ્તાનના  યુવકની સાથે પ્રેમ થયો હતો.

એવું કહેવામાં આવે છે કે, આ મહિલા પરિણીત હોવાની સાથે એને 5 વર્ષનું બાળક પણ છે પણ આ યુવતી યુવકના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ હતી કે, તે તેને મળવા માટે પાકિસ્તાન જવા માટેની તૈયારીમાં જોડાઈ ગઈ હતી. છેવટે આ સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં પંજાબથી પકડી પાડવામાં આવી હતી.

25 વર્ષીય પરિણીત મહિલા પાકિસ્તાની યુવકને સોશિયલ મીડિયા પર મળી હતી. તેમની વચ્ચે થોડા દિવસ સુધી વાતચીત થઈ હતી કે, જેમાં તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. ત્યારબાદ મહિલા પોતાના પ્રેમીને મળવા માટે પોતાનું ઘર છોડીને પાકિસ્તાન જવા માટે નીકળી પડી હતી.

મહિલા પોતાની સાથે પૈસા તેમજ ઘરેણા લઈને ઘરેથી ફરાર થઈ ગઈ હતી. પંજાબ સુધી પહોંચ્યા બાદ પોલીસને જાણ થતાં પૂછપરછ માટે મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી હતી. પોલીસ દ્વારા મહિલા પાસેથી 25 તોલા સોનું તથા 60 ગ્રામ ચાંદીના દાગીના મળ્યા હતા.

પૂછપરછ કર્યાં બાદ બીજા દિવસે પોલીસે મહિલાના પિતા તથા પતિને બોલાવીને મહિલાને તેમના હવાલે કરી હતી. અંદાજે 2 વર્ષ અગાઉ મહિલાએ એક એપ મોબાઇલ મારફતે તેણે આ યુવકની સાથે વાત થઇ હતી. આ યુવક પાકિસ્તાનમાં રહે છે. બંનેએ એક બીજાના મોબાઈલ નંબર લઈને વોટ્સએપ પર ચેટિંગ શરૂ કરી હતી.

પાકિસ્તાની છોકરાએ તેને પાકિસ્તાન આવવાનું જણાવતાં મહિલા ઓરિસ્સાથી દિલ્હી બાદ દિલ્હીથી અમૃતસર તેમજ અમૃતસરથી પાકિસ્તાન જવા માટે ભાગી ગઈ હતી પરંતુ BSF દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. કારણ કે, પાકિસ્તાનની મુલાકાત માટે વિઝા-પાસપોર્ટ જરૂરી હોવાનું કહ્યું હતું.

આવી પરિસ્થિતિમાં મહિલાએ પ્રેમકથા કહી પણ જવાનને શંકાસ્પદ લાગતાં પોલીસને જાણ કરી દેતા પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તેમના પરિવારને જાણ કરતાં ઓડિશામાં પણ એક યુવતી ગુમ થઇ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *