કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સતત 11 વર્ષથી પોતાના સ્વખર્ચે રાજકોટના ધોરાજીમાં ભૂખી ગામ નજીક આવેલા ભાદર-2 ડેમમાથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડાવી રહ્યા છે. તેથી ખેડૂતો અને ભાદર નદી કાંઠા આવેલા ગામોને ખુબ જ લાભ થાય છે. કુતિયાણા બેઠકના ધારાસભ્ય છેલ્લાં 11 વર્ષથી પોતાના સ્વખર્ચે ઘેડ પંથકના સેકંડો ખેડૂતો માટે સિંચાઈનું પાણી ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલા ભાદર 2 ડેમ માથી છોડાવી રહ્યા છે. આવું સેવાકીય કાર્ય છેલ્લાં ઘણાં વર્ષોથી કરી રહ્યા છે. દર વર્ષે 82 કિમીના એરિયામાં ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે.
પાણી છૂટતાં જ ઘેડ પંથકના આગેવાન બચુભાઈ કુછડિયાએ કહ્યું કે, લોકોનું કહેવું છે કે અમને આ ધારાસભ્ય આપી દ્યો, મને જવાબ આપતા કહ્યું કે ભાઈ, આવા સારા ધારાસભ્ય અમને માંડ મળ્યા છે, અમે તો આ ધારાસભ્ય આજીવન નહીં દઈએ, લોકો બધા ખુશખુશાલ છે. ત્યારે આ પાણી છોડવામાં આવતાં ધોરાજી, ઉપલેટા, કુતિયાણા સાથે ઘેડ અને પોરબંદર સહિત 82 કિમીના વિસ્તારના ભાદર કાંઠા અને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને માલધારીઓ સહિત સૌકોઈને ફાયદો મળી રહ્યો છે.
બચુભાઈ કુછડિયા અનુસાર તેઓ છેલ્લાં 15 વર્ષથી ડેમ પર જઈને પાણી છોડાવી રહ્યા છે. ખેડૂતોને લાભ થાય એ માટે દર વર્ષે અહીંથી પાણી છોડાવે છે. સિંચાઈ વિભાગની ઓફિસમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના મતવિસ્તારના આગેવાનો રૂપિયા સાડાત્રણ લાખ જેવી રકમ ભરે છે. ભાદર-2 ડેમમાંથી ઘેડ પંથકોના ખેડૂતો માટે સિંચાઈનું પાણી મેળવા માટે ભાદર-2 ડેમના ત્રણ દરવાજામાંથી 16,000 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.
2008માં ખેડૂતો પાસેથી ફાળો ઉઘરાવી પાણી છોડાવામાં આવતું. પરંતુ કાંધલભાઈ જાડેજા 2012થી પોતાના ખર્ચે પાણી છોડાવે છે. આ પાણી નો લાભ ધોરાજી અને ઉપલેટાનાં ગામડાંમાં થઇ છે અને કુતિયાણા પંથક 82 કિલોમીટર સુધી થાય છે. કાંધલ જાડેજા તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પર સળંગ ત્રીજી જીત મેળવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.