મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર – સતત 77 માં દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો…

05 ઓગસ્ટ 2022, પેટ્રોલ ડીઝલની કિંમત: ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દરરોજની જેમ આજે પણ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. જોકે, ભારતીય ઓઈલ…

05 ઓગસ્ટ 2022, પેટ્રોલ ડીઝલની કિંમત: ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દરરોજની જેમ આજે પણ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. જોકે, ભારતીય ઓઈલ કંપનીઓએ શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. આ રીતે આજે સતત 77મો દિવસ છે જ્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મોંઘવારીના મોરચે આજે પણ સામાન્ય લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે.

સરકારી તેલ કંપનીઓએ શુક્રવાર, 5 ઓગસ્ટ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. સતત 77માં દિવસે સામાન્ય લોકોને રાહત આપતા ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે આજે પણ તેજના ભાવ સ્થિર છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં છેલ્લા ઘણા દિવસોથી સતત નરમાશ જોવા મળી રહી છે. હાલમાં, બ્રેટ ક્રૂડ બેરલ દીઠ $100 આસપાસ છે.

અગાઉ 21 મેના રોજ સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારપછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. આ પછી દેશમાં ડીઝલ 9.50 રૂપિયા અને 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. કેન્દ્રની જાહેરાત બાદ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા અને કેરળની સરકારોએ પણ વેટમાં ઘટાડો કર્યો છે.

હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. તે જ સમયે, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

5 ઓગસ્ટ 2022ના રોજ પેટ્રોલ ડીઝલની કિંમત:
દિલ્હીઃ પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર.
મુંબઈઃ પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર.
કોલકાતા: પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર.

ચેન્નાઈઃ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર.
હૈદરાબાદઃ પેટ્રોલ રૂ. 109.66 અને ડીઝલ રૂ. 97.82 પ્રતિ લીટર.
બેંગ્લોરઃ પેટ્રોલ રૂ. 101.94 અને ડીઝલ રૂ. 87.89 પ્રતિ લીટર.

તિરુવનંતપુરમઃ પેટ્રોલ રૂ. 107.71 અને ડીઝલ રૂ. 96.52 પ્રતિ લીટર.
ભુવનેશ્વરઃ પેટ્રોલ રૂ. 103.19 અને ડીઝલ રૂ. 94.76 પ્રતિ લીટર.
ચંદીગઢઃ ​​પેટ્રોલ રૂ. 96.20 અને ડીઝલ રૂ. 84.26 પ્રતિ લીટર.

લખનઉઃ પેટ્રોલ રૂ. 96.57 અને ડીઝલ રૂ. 89.76 પ્રતિ લીટર.
નોઈડાઃ પેટ્રોલ રૂ. 96.57 અને ડીઝલ રૂ. 89.96 પ્રતિ લીટર.
જયપુરઃ પેટ્રોલ રૂ. 108.48 અને ડીઝલ રૂ. 93.72 પ્રતિ લીટર.

પટનાઃ પેટ્રોલ રૂ. 107.24 અને ડીઝલ રૂ. 94.04 પ્રતિ લીટર
ગુરુગ્રામઃ રૂ. 97.18 અને ડીઝલ રૂ. 90.05 પ્રતિ લીટર.
અમદાવાદ: પેટ્રોલ રૂ. 96.22 અને ડીઝલ રૂ. 91.96 પ્રતિ લીટર

તમને જણાવી દઈએ કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *