મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માંથી અવરનવાર દારૂડિયા વીજળીના ટાવર પર અથવા તો કોઈ ઉંચાઈ પર ચડીને નાટક કરતા હોય છે. તેવી જ એક વિચિત્ર ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી હતી. આ બનાવમાં બીમારીથી કંટાળીને યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. શુક્રવારે પુણે રેલવે સ્ટેશન પર એક ખૂબ જ આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો હતો. અહીં એક વ્યક્તિ બસ સ્ટેન્ડની બાજુ(Side of the bus stand)માં દિવાલ પાસે બિલબોર્ડ પર ચડી(Climb on the billboard) ગયો હતો. ત્યારબાદ તેને ત્યાંથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ(Attempted suicide) કર્યો હતો.
આ બીલબોર્ડ લગભગ 35 ફૂટની ઉંચાઈ પર આવેલું હોવાનું જાણવા મળ્યું હતું. બોર્ડ પરથી નીચે પડ્યા બાદ તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને પુણેની સસૂન જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ યુવકને નીચે ઉતારવા માટે અગ્નિશામકોએ ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ તે કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, તેને થાંભલા પર ચડતા જોઈને સ્થાનિક લોકોએ પોલીસને આ અંગે ફોન કરીને માહિતી આપી હતી. ત્યારબાદ કસબા ફાયર બ્રિગેડની ટીમ માત્ર 10 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે તે તેને નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાન તે ઉપરથી કૂદી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે, તે વ્યક્તિ માનસિક રીતે બીમાર હતો. એટલું જ નહીં, એક દિવસ પહેલા જ તે ઘરમાંથી ગાયબ થઈ ગયો હતો.
બુંડાગાર્ડન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અશ્વિની સાતવે અ અંગે જણાવ્યું હતું કે, ઊંચાઈ પરથી પડી જવાને કારણે તેને હાથ અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. સસૂન હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું છે કે, તે ખતરાથી બહાર છે, પરંતુ તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં થોડા દિવસો લાગશે. પોલીસે આ યુવકની મુલાકાત લઈને તેની પૂછપરછ કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે આ અંગે યુવકના પરિવારને જાન કરવામાં આવી હતી તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.