અંગદાનએ મહાદાન આ સૂત્ર આપણે ઘણી વાર વાચ્યું કે સાંભળ્યું હશે. આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં મૃત્યુ બાદ અનેક લોકોના અંગદન કરીને જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપવામાં આવે છે. આ દરમિયાન હાલમાં ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત અંગદાન કરવામાં આવ્યું છે. અકસ્માતમાં બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિના કિડની અને લિવરનું દાન કરવાનો પરિવારજનો દ્વારા નિર્ણય લેવામાં આવતા સુરતની ડોનેટ લાઈફ સંસ્થા અને અંકલેશ્વરની જયા બહેન મોદી હોસ્પિટલના પ્રયાસોથી આ કામગીરી કરવામાં આવી હતી. તેમજ કિડની તેમજ લીવર અમદાવાદની હોસ્પિટલમાં લઇ જઇ 3 વ્યક્તિને નવ જીવન આપવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, સુરતના ઓલપાડ સાયણ રોડ પર આવેલા કુમકુમ બંગલોઝમાં રહેતા 60 વર્ષીય કાંતિભાઈ પ્રજાપતિ ઓલપાડ હાંસોટ રોડ પરથી બાઇક પર પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન રાયમાં ગામ નજીક માર્ગમાં ભૂંડ આવી જતા અકસ્માત સર્જાયો હતો. આથી તેમને પ્રાથમિક સારવાર માટે હાંસોટ સરકારી દવાખાને લઇ ગયા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઇજાના પગલે હોસ્પિટલના તબીબો દ્વારા તેઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ તબીબોએ પ્રજાપતિ પરિવારને અંગદાન અંગે માહિતી આપી હતી. જેમાં પરિવારજનો દ્વારા અંગદાન માટે સહમતી આપવામાં આવી હતી. સુરતની લાઈફ ડોનેટ સંસ્થાના નિલેશ માંડલેવાલા અને તેમની ટીમ દ્વારા જરૂરી મંજૂરી લઈ અંકલેશ્વર પહોંચ્યા હતા. જ્યાં જરૂરી તબીબી કામગીરી કરી કાંતિભાઈના શરીરમાંથી બે કિડની અને લીવર કાઢવામાં આવ્યા હતા. તેમની કિડની અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં જરૂરિયાતમંદ દર્દીને આપવામાં આવી રહી છે.
મક્તી માહિતી મુજબ, લીવરનું અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આમ, બ્રેઇન ડેડ વ્યક્તિના શરીરના અંગોના કારણે 3 વ્યક્તિને નવજીવન મળ્યું છે. આ કામગીરીમાં સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના પ્રતિનિધિઓ અને અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલના તબીબો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રજાપતિ પરિવારની પહેલના કારણે 3 વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થયું હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.