ગુજરાત(Gujarat): બાકી રહ્યું હતું તો હવે પાલતુ કુતરા પર પણ વેરો ઉઘરાવવામાં આવશે. જો વાત કરવામાં આવે તો વડોદરા મહાનગર પાલિકા(Vadodara Municipal Corporation)એ પાલતુ શ્વાન પર પણ વેરો(Tax On Pet Dog) ઝીંકી દેવામાં આવ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર વડોદરા મનપા દ્વરા નવો વેરો ઉમેરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, બજેટમાં વેરા વધારાની સાથે વધુ એક ટેક્સનો મારો સામે આવ્યો છે. સ્થાયી સમિતિ મુજબ દર 3 વર્ષે 1000 રૂપિયાનો વેરો લેવામાં આવશે. વેરાની ગણતરી ક્યારથી થશે તેની સ્પષ્ટતા હાલ કરવામાં અવી નથી. પાલતુ શ્વાન પેટે વર્ષે કરોડની રકમ વસુલવાની તૈયારી વડોદરા મનપા દ્વારા કરી લેવામાં આવી છે. વેરા વસુલાતની ચર્ચા પણ શહેરમાં કેટલા પાલતુ કુતરા છે, તેની માહિતી વડોદરા મનપા પાસે નથી.
વડોદરાથી આવી રહેલા આ સમાચાર અત્યંત ચોંકાવનારા કહી શકાય. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર વડોદરા પાલિકા પાલતુ કૂતરાઓનો પણ વેરો ઉઘરાવવામાં આવશે. બજેટમાં વેરા વધારવાની સાથે એન્વાયર્નમેન્ટ ટેક્સ પછી વધુ એક ટેક્સ ઝીંકવામાં આવ્યો છે. જોકે, શહેરમાં કેટલા પાલતુ કૂતરા છે, તેની માહિતી જ મનપા પાસે નથી. પાલતું કુતરાનો વેરા પેટે વર્ષે રૂપિયા 1 કરોડ જેટલી રકમ વડોદરાવાસીઓ પાસેથી લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાયી સમિતિમાં ચર્ચા મુજબ દર ત્રણ વર્ષે 1000 રૂપિયા નો વેરો ઉઘરાવવામાં આવશે, આ વેરાની ગણતરી ક્યારથી થશે તેની હાલમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
જો વાત કરવામાં આવે તો દરેક કૂતરા દીઠ 3વર્ષનો રૂપિયા 1000 વેરો વસૂલ કરવામાં આવશે. વિવિધ ક્લબોમાં 25,000 રજિસ્ટર્ડ શ્વાન અને બીજા મિક્સબ્રિડ 25,000થી વધુ હોવાની શક્યતા છે. મહત્વનું છે કે, વડોદરામાં દરરોજ 25 લોકોને રખડતા કૂતરા કરડી જવાને કારણે લોહીલુહાણ થાય છે. કરોડોનો ખર્ચ ખસીકરણમાં થયો છે જેમાં પાલિકા નિષ્ફળ સાબિત થઇ છે. પણ શ્વાન વેરા જેવા કર નાંખવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે.
જો વાત કરવામાં આવે તો અમદાવાદ-સુરત અને રાજકોટમાં કૂતરા ટેક્સ નથી. અમદાવાદમાં જીપીએમસી એક્ટમાં પાલતુ પ્રાણીનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે પરંતુ એકેય પ્રાણીનું રજિસ્ટ્રેશન નથી.સુરતમાં પાલતુ પ્રાણીઓની સંખ્યા 2 લાખ જેટલી છે. પણ પાલતુ પ્રાણીઓ પર વેરો વસુલવામાં આવતો નથી અને નોંધણી થતી નથી. રાજકોટમાં પાલતુ શ્વાનની સંખ્યા 16 હજારની આસપાસ હોવાનો અંદાજ છે. પરંતુ પાલિકા પાલતુ પ્રાણીનો વેરો વસૂલતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.