પ્રથમ વખત 100% ટ્રેન સમયે પહોંચી, આ રેકોર્ડ એક સપ્તાહ પહેલા બન્યો હોત; જોકે એક ટ્રેન મોડી પડતા પરફોર્મન્સ 99.54% રહ્યું
રેલવેના ઈતિહાસમાં પહેલી વાર બધી જ ટ્રેનો નક્કી કરેલ સમયે પહોંચી છે.આ રેકોર્ડ 1 જુલાઈ,2020ના રોજ બન્યો હતો,જ્યારે ટ્રેનોની પંક્ટ્યૂઅલિટી 100 % રહી.રેલવે મંત્રાલયે ગુરુવારે આ જાણકારી આપી હતી.
મંત્રાલયે ટ્વિટ કર્યું હતું.ભારતીય રેલવેના ઈતિહાસમાં પહેલી વખત,બધી ટ્રેનોએ 100% પંક્ટ્યૂઅલિટી પ્રાપ્ત કરી છે બધી ટ્રેન સમય પર ચાલી રહી છે.આ પહેલાં 23 જૂને 99.54 % પંક્ટ્યૂઅલિટી મળી હતી.આ દિવસે 1 ટ્રેન મોડી પડી હતી.
First time in the history, Indian Railways has acheived 100% Punctuality of trains on 01.07.2020
Previous best was 99.54% on 23/6/20 with only one train getting delayed. pic.twitter.com/NeFyGWlve7
— Ministry of Railways (@RailMinIndia) July 2, 2020
કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલે આ બાબતે ખુશી જાહેર કરતા ટ્વિટ કર્યું છે.તેમણે કહ્યું હતું કે,ટ્રેન ફાસ્ટ લેનમાં ચાલી રહી છે,અને સેવાઓમાં સુધારો આવી રહ્યો છે. ત્યારે કોરોના સંકટ દરમિયાન લોકડાઉનમાં રેલવે એ લોકોને ઘરે પહોંચાડવામાં મદદગાર સાબિત થઈ છે.
કોરોના વાઈરસના લીધે હાલ રેલવેની તમામ રેગ્યુલર ટ્રેનની સેવા શરૂ થઈ નથી.તેનાં પર 12ઓગસ્ટ સુધી પ્રતિબંધ છે.જો કે,230 મેલ અને બીજી સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન ચાલી રહી છે,અને તે ચાલુ રહેશે.12 ઓગસ્ટ સુધી કેન્સલ થનારી ટ્રેનમાં ટિકિટ બુકિંગ કરાવનાર મુસાફરોને 100 % રિફન્ડ મળી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news