ગુજરાત: 16 વર્ષની દીકરી સાથે એક નરાધમે જુદીજુદી જગ્યાએ લઇ જઈને આચર્યું દુષ્કર્મ

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ સમગ્ર રાજ્યમાંથી સ્ત્રીઓ સાથે થતાં શારીરિક તેમજ માનસિક અત્યાચારની પણ ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ફરી એકવાર આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.

અમદાવાદમાં આવેલ સરદાર નગર વિસ્તારમાં રહેતી સગીર યુવતીની સાથે પ્રેમસંબંધ બાંધીને ઘણીવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તથા દુષ્કર્મ આચરનાર યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે.અમદાવાદમાં આવેલ સરદારનગર વિસ્તારમાં રહેતી માત્ર 16 વર્ષની સગીરા જે ધોરણ-10માં અભ્યાસ કરી રહી છે લગભગ કુલ દોઢ વર્ષ પહેલાં જ સ્કૂલમાં ભણતી હતી.

એ સમયે ધર્મેશ નામનાં યુવકની સાથે પરિચયમાં આવી હતી તથા બંનેની વચ્ચે પ્રેમસંબંધ પણ બંધાયો હતો. આરોપી યુવકે સગીરાને લગ્નની લાલચ આપીને જુદી-જુદી જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું.

આરોપી યુવક તથા સગીરા એક જ વિસ્તારમાં રહેતાં હોવાંથી બંનેની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો તથા કુલ દોઢ વર્ષમાં યુવકે યુવતીની સાથે  ઘણીવાર દુષ્કર્મ પણ આચર્યું હતું. સગીરાએ આરોપી યુવકની સાથે પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર પણ કરી દીધો હતો.

આમ છતાં આરોપી ધર્મેશ સગીરાનો પીછો કરીને ઘણીવાર એને હેરાન પણ કરતો હતો. છેવટે સગીરાએ તેનાં માતા-પિતાને આ અંગેની જાણ કરતાં જ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ આરોપીની અટકાયત પણ કરી લીધી છે.

હાલમાં તો આ સમગ્ર મામલા પર સરદારનગર પોલીસે દુષ્કર્મનાં આરોપીની ધરપકડ કરીને એનો કોરોના ટેસ્ટ કરાવીને આગળની તપાસ પણ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *