ગાંધીનગર(ગુજરાત): રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં દારૂનું વેચાણ ન કરવાનું કહેવામાં આવે છે. પણ અવાર નવાર સ્થાનિક પોલીસ અથવા સ્ટેટ વિજીલન્સ દ્વારા રેડ પાડીને દારુના અડ્ડા પરથી લાખો રૂપિયાનો દારુ જપ્ત કરીને બુટલેગરની અટકાયત કરવામાં આવે છે. ત્યારે ફરી એક વાર ગાંધીનગરમાંથી આવો જ એક બનાવ નજરે ચડ્યો છે. પોલીસે ગાંધીનગરમાં નિવૃત આર્મી જવાન દારૂનું વેચાણ કરતો હોવાના બનાવે તેની ધરપકડ કરવામાં આવી છે.
માહિતી મુજબ, ગાંધીનગર ક્રાઈમ બ્રાંચના PI એચ.પી.ઝાલાએ તેમણે સ્ટાફને ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી દારુની પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા પેટ્રોલિંગ વધારવાની સુચના આપવામાં આવી હતી. તે સમયે પોલીસકર્મીઓને માહિતી મળી હતી કે, ગાંધીનગર સેક્ટર-5/Cના પ્લોટ નંબર 728/1માં રહેતા એક વ્યક્તિ દ્વારા તેની કારમાં દારુની સપ્લાય કરવામાં આવી રહી છે. તેથી પોલીસ દ્વારા તે જગ્યા પર રેડ પાડવામાં આવી હતી. એક વ્યક્તિ તેની કારમાં કોઈ વસ્તુ મૂકી રહ્યો હતો. ત્યારે પોલીસે કારની તપાસ કરતા કારમાંથી એક ખાખી રંગનું બોક્સ મળી આવ્યું હતું. આ બોક્સની અંદર જોતા તેમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે આ દારૂની બોટલો જપ્ત કરી હતી અને દારુ કારમાં સંતાડી રહેલા વ્યક્તિના ઘરમાં પણ તપાસ કરવામાં આવી હતી. ઘરની તપાસ કરતા પોલીસકર્મીઓને કબાટમાંથી પણ દારુની બોટલો મળી આવી હતી. તેથી પોલીસ દ્વારા આ બુટલેગરના ઘરમાંથી અને કારમાંથી મળેલી દારુની બોટલો અને કાર સહિત કુલ 3.60 લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, કારમાં દારૂની સપ્લાય કરતો વ્યક્તિ નિવૃત આમીમેન સુરેશ નૈન છે.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, સુરેશ પાસે દારૂ પીવા માટે પરમિટ છે પણ તેને મહિનાની 4 જ બોટલની છૂટ આપવામાં આવી છે. તેને પોલીસને જણાવ્યું છે કે, તે હેલ્થ પરમિટના આધારે તેના ઘરમાં વધારે દારુનો જથ્થો રાખતો હતો અને વધુ દારુની બોટલ લોકોને વેચતો હતો. આ આર્મી જવાનના ઘરમાંથી પોલીસને 30 જેટલી દારુની બોટલો મળી આવી હતી. પોલીસે સુરેશ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.