રાજ્યમાં લાખોનો વિદેશી દારુ ઘુસાડવા બુટલેગરે બટાટાનો એવો ઉપયોગ કર્યો કે, પોલીસને ધોળે દિવસે અંધારા આવી ગયા

રાજકોટ(ગુજરાત): આજકાલ રાજ્યમાં પોલીસ દ્વારા સતત દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને પકડી પાડવામાં આવી રહ્યા છે. બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે ઘણા કીમિયા અપનાવતા હોય છે.…

રાજકોટ(ગુજરાત): આજકાલ રાજ્યમાં પોલીસ દ્વારા સતત દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને પકડી પાડવામાં આવી રહ્યા છે. બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે ઘણા કીમિયા અપનાવતા હોય છે. આ દરમિયાન, રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, 950 કિલો બટેટાની આડમાં લાવવામાં આવી રહેલો દારૂ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. મોનિટરીંગ સેલ તરફથી 9.43 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર મામલાની તપાસ એરપોર્ટ પોલીસને સોંપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુચીયાદડ પાસેની હોટલ નજીકથી એક બોલેરો પીકઅપ વાનમાંથી 5,837 દારૂની બોટલ ઝડપી પાડવામાં આવી છે. દારૂની હેરાફેરી સહેલાઇથી થઇ શકે તેમજ પોલીસથી બચી શકાય તે માટે દારૂને બટેટાની આડમાં ભરીને લાવવામાં આવી રહ્યો હતો.

આ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરીંગ સેલના PSI એસ.આર. શર્મા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, રાજકોટના કુચીયાદળ નજીક આવેલી ઇન્ડિયા હોટલ પેલેસ ખાતે દારૂ ભરેલી બોલેરો પીકઅપ વાન પડી છે. જે બોલેરો ગાડીમાં જંગલેશ્વરના આરીફ ઉસ્માન નામના બુટલેગરનો દારૂનો જથ્થો પડ્યો છે. બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવતા બોલેરોમાંથી 950 કિલો બટેટાની આડમાં છૂપાવેલ દારૂની 5,837 બોટલ મળી આવી હતી. હાલ સમગ્ર મામલે જે બુટલેગરનું નામ ખુલ્યું છે તેની શોધખોળ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ઘટના અંગે એરપોર્ટ પોલીસ દ્વારા જંગલેશ્વરમાં રહેતા તેમના બાતમીદારો દ્વારા તપાસ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત, ખુદ સ્ટાફ દ્વારા પણ જંગલેશ્વરમાં જઈને જાત તપાસ કરવામાં આવી હતી. પરંતુ, જંગલેશ્વરમાં આરીફ નામનો કોઈ બુટલેગર રહેતો હોવાનું ધ્યાને નથી આવ્યું. આથી પોલીસ દ્વારા ઝડપી પાડેલા વાહનના માલિકને શોધી ત્યાંથી તપાસ આગળ ધપાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર બાબતે કોના દ્વારા દારૂ મંગાવવામાં આવ્યો હતો તેમજ રાજકોટ શહેર પોલીસની હદ સુધી દારૂનો જથ્થો કોના દ્વારા પહોંચાડવામાં આવ્યો હતો તે વાત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *