રાજ્યમાંથી અવારનવાર પોલીસે દારૂ પકડ્યો હોવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ વ્સોસ્રા શહેરમાંથી સામે આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે. વડોદરા LCB પોલીસ દ્વારા કરજણ ભરથાણા ટોલ નાકા પરથી પૂંઠાની આડમાં લઈ જવામાં આવતો કુલ 10.06 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂથી ભરેલો આઈશર ટેમ્પો પકડી પાડવામાં આવ્યો હતો.
મળેલ બાતમીને આધારે વોચ ગોઠવીને દારૂ પકડી પાડ્યો :
વડોદરા જિલ્લા પોલીસની LCBની ટીમને બાતમી મળી હતી કે, સુરત બાજુથી સુરત પાસિંગના એક આઈશર ટ્રકમાં વિદેશી દારૂનો જંગી જથ્થો વડોદરા શહેરમાં ઘુસાડવામાં આવનાર છે. મળેલ બાતમીના આધારે LCBની ટીમ દ્વારા કરજણ-ભરથાણા ટોલનાકા પર વોચ ગોઠવીને શનિવારની મોડી સાંજે ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસ દ્વારા ટ્રકનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
વડોદરાના બુટલેગરોને દારૂનો જથ્થો પહોંચાડવા મોકલાયો હતો :
પોલીસ દ્વારા ટ્રકની પૂંઠા હટાવીને તપાસ કરતા ટ્રકમાં સામાનની નીચેથી કુલ 10,06,800 રૂપિયાની કિંમતની કુલ 228 નંગ દારૂની પેટીઓ, કુલ 3,156 નંગ કાચની બીયરની બોટલો મળી આવી હતી. પોલીસ દ્વારા લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો આઈસર ટેમ્પો મળીને કુલ રૂપિયા 17,12,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ટ્રકચાલક વિજેશકુમાર અમરાજી પુરોહિતની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યાં :
દારૂનો જથ્થો ભરીને આપનાર રામાલાલ ભીખારામ બીશ્નોઈ તથા સુરેશ બીશ્નોઈ જેના નામ સરનામાની જાણ ન હોવાંથી બંન્નેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ કરતાં આ દારૂ વડોદરામાં બુટલેગરોને પહોંચાડવા માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા દારૂનો જથ્થો મોકલનાર તેમજ મંગાવનારની માહિતી મેળવીને તેઓની વિરૂદ્ધ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરવાં માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle