ફરી એકવાર રોરો ફેરી શરુ: સુરતવાસીઓને એક જ ચોકલેટ બીજા કાગળમાં થોડા રૂપિયા વધુ મોંઘી કરીને મળી

સુરતના હજીરા પોર્ટથી ઘોઘા સુધી જતી રો પૅક્સ સર્વિસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપીને રવાના કરી હતી. આ રો રો પેક્એસ સર્વિસ શરુ થતાં હજીરાથી…

સુરતના હજીરા પોર્ટથી ઘોઘા સુધી જતી રો પૅક્સ સર્વિસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપીને રવાના કરી હતી. આ રો રો પેક્એસ સર્વિસ શરુ થતાં હજીરાથી ઘોઘા સુધીનું 375 કિલોમીટર અંતર માત્ર 90 કિલોમીટર થઈ જશે અને  ચાર કલાકમાં આંતર કપાઈ શકશે. પણ આ રોરો ફેરી દહેજ ઘોઘા ફેરી બંધ કરીને હજીરા ઘોઘા કરાઈ છે. આમ સુરતવાસીઓને એક જ ચોકલેટ બીજા કાગળમાં થોડા રૂપિયા વધુ મોંઘી કરીને મળી છે. જોકે જલ્દી સૌરાષ્ટ્ર પહોચી જવા માંગતા સુરતવાસીઓમાં આ રો રો ફેરી ઘણી લોકપ્રિય છે તે બુકિંગ ના આંકડા જ જણાવે છે. રો-પેક્સ ફેરીનું હાલ ઓનલાઈન બુકિંગ ચાલી રહ્યું છે. શરૂઆતના 24 કલાકમાં જ 3800 યાત્રી અને 1700 વાહનનું બુકિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે.

આ રોરો ફેરી પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને દિવાળી ભેટ રૂપે પ્રધાનમંત્રી મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સુરતના હજીરા ખાતે મુખ્યમંત્રી રૂપાણી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા હાજર રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ભારતમાં સમુદ્રી દ્વાર તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ દરિયાઈ રસ્તાને કારણે જમીન માર્ગનો ટ્રાફિક ઓછો થશે અને સાથે સાથે પ્રદૂષણ ઘટશે. તેઓએ જણાવ્યું હતું કે ભારતનો સમુદ્ર માર્ગો દ્વારા થતો વ્યવસાયની હજારો વર્ષ પુરાણો છે. આઝાદીના 70 વર્ષ સુધી સમુદ્રી વારસાને જાળવવા માટે કોઈ ખાસ કામગીરી કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, આ રો રો ફેરી હજીરા થી ઘોઘાની ટ્રાયલ વેળા જ ખોટકાઇ હતી. યાંત્રિક ખામી સર્જાતા સુરતના હજીરા ખાતે બપોરે ૧૨ વાગ્યે આવનાર જહાજ છેક સાંજે ૬ વાગ્યે પહોંચ્યું હતું. મધદરિયે જ ટ્રાન્સમીશન પેનલ બગડવા સાથે રીંગમાં પણ લીકેજ થતાં નિયત ઝડપ કરતાં ઘણી ઓછી ઝડપે જહાજ ટગ બોટની મદદથી સુરત પહોંચી શક્યું હતું.

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રો પેક્સ ફેરીનું લોકાપર્ણ કર્યું તેમાં શીપ નવી નહી પરંતુ 2015માં વિદેશથી મંગાવવામાં આવેલી અને દહેજ-ઘોઘા વચ્ચે બંધ થઈ ગયેલી જ શીપ છે. આ શીપ દહેજથી ઘોઘાની વચ્ચે ચાલતું હતું ત્યારે પણ અનેક વખત યાંત્રિક ખામી સર્જાઈ હતી. દહેજ ઘોઘા વચ્ચે ડ્રેજીંગના પ્રશ્નો આવતાં તેને બંધ કરવામા આવી હતી. તે જ  શીપ રવિવારથી હજીરાથી ઘોઘા વચ્ચે શરૂ  થવા જઈ રહી છે પરંતુ જહાજમાં જે યાત્રિક ખામી હતી તે ટ્રાયલ રનમાં પણ જોવા મળી હતી.

આ રોરો ફેરી વિષે કેટલીક માહિતી:

કંપનીઃ વોયાજ સિમ્ફની
ક્ષમતાઃ 30 ટ્રક (50 મેટ્રિક ટન વજન સહિત), 100 પેસેન્જર કાર, 500 પેસેન્જર+ 34 શિપ ક્રૂ
સગવડતાઃ કેમ્બે લોન્જ (14 વ્યક્તિ), બિઝનેસ ક્લાસ (78 વ્યક્તિ), એક્ઝિક્યુટિવ (316 વ્યક્તિ), ઈકોનોમી (92 વ્યક્તિ)

ફૂડ કોર્ટઃ 2
સુરક્ષાઃ લાઈફ રાફ્ટ 22 નંગ (ક્ષમતા 25 વ્યક્તિ), મરીન ઇવેક્યુએશન ડિવાઈસ (જે તમામ મુસાફરોને 25 મિનિટમાં બહાર કાઢી લેવાની ક્ષમતા ધરાવે છે), 2 નંગ (ક્ષમતા 3000 વ્યક્તિ), 2 નંગ (ક્ષમતા 300 વ્યક્તિ), ફાસ્ટ રેસ્ક્યૂ બોટ 1 નંગ (ક્ષમતા 9 વ્યક્તિ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *