ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ એવો કીમ્યો અપનાવ્યો કે.., જાણીને પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ

વડોદરા(ગુજરાત): દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે શાકભાજી ભરેલા ટેમ્પોમાં કરજણ તરફ લઇ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો વડોદરા જિલ્લા પોલીસ દ્વારા પોર અને ઇંટોલા ગામ વચ્ચે હાઇવે ઉપર વોચ ગોઠવીને ઝડપી પાડવામાં આવ્યો હતો.જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા રૂપિયા 3.16 લાખની કિંમતનો દારૂ મળી કુલ 7.31 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 3 વ્યક્તિઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ ડી.બી. વાળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મંગળવારે મોડી રાત્રે જિલ્લા પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, પાયલોટીંગ સાથે એક વિદેશી દારૂ ભરેલો ટેમ્પો વડોદરાથી કરજણ તરફ જવાનો છે. જેના આધારે હાઇવે ઉપર આવેલા પોર અને ઇંટોલા ગામ વચ્ચે વોચ ગોઠવી દેવામાં આવી હતી.

આ દરમિયાન, બાતમી પ્રમાણે કાર અને ટેમ્પો પસાર થતાં તેણે રોકવામાં આવી હતી. ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાં શાકભાજીની આડમાં વિદેશી દારૂના 3168 પાઉચ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા રૂપિયા 3,16,800ની કિંમતનો વિદેશી દારૂ, પાયલોટીંગ કરી રહેલી કાર, મોબાઇલ ફોન અને ટેમ્પો મળી કુલ 7,31,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે જ પોલીસ દ્વારા પાયલોટીંગ કરી રહેલા સત્યનારાયણસિંહ પૃથ્વિરાજસિંહ ચૌહાણ(રહે, બડા કોટડા, રાજસ્થાન), ભગવતસિંહ ભોપાલસિંહ રાણાવત અને મુકેશ દેવીલાલ પંચાલ(રહે, રાજસ્થાન)ની પણ ધરપકડ કરવામાં આવી હતી.

વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા શખસોની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો અને તે નારાયણસિંગ ભવાનીસીંગ રાવને પહોંચતો કરવાનો હતો. પોલીસ દ્વારા દારૂની હેરાફેરીના નેટવર્ક અંગે વધુ વિગતો મેળવવા માટે તેઓની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલમાં આ અંગે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા દારૂના આ કેસની ફરિયાદ વરણામા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *