ગુજરાત: ગામની વાડીમાં ચાલતું હતું જુગારધામ, 21 જુગારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા 

બોટાદ(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી પોલીસ દ્વારા સતત વોચ રાખીને ગોરખધંધા, દારૂની હેરાફેરી તેમજ જુગારધામો પકડી પાડવામાં આવી રહ્યા છે. જુગાર અને દારૂની હેરાફેરી કરતાં બુટલેગરોને જાણે કે કાયદાનો ડર જ ના હોય તેમ બેફામ બનીને ગુનાને અંજામ આપી રહ્યાં છે. આ દરમિયાન, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણીયાળી ગામેથી પોલીસ દ્વારા રેડ કરીને ઘોડીપાસાનો જુગાર રમતાં 21 શકુનીઓને કુલ રુપિયા 8 લાખ 86 હજાર 810ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતાં.

જાણવા મળ્યું છે કે, બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ જિલ્લામાંથી પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના તથા માર્ગદર્શન આપતાં બોટાદ એલ.સી.બી.એ બાતમીના આધારે રાણપુર તાલુકાના અણીયાળી ગામેથી કુંડલી જવાના રોડ પર ડાહ્યા બધાભાઇ ગોહીલની વાડીએ રેડ પાડવામાં આવતા કુલ 21 ઇસમો ઘોડીપાસાનો જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

ત્યારબાદ પોલીસ દ્વારા 21 શકુનીઓને ઝડપી લઇને જુગારના સાહિત્ય, મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ રુપિયા 8 લાખ 86 હજાર 810નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ જુગારધામ ચલાવનાર પ્રકાશ જીવણભાઇ બથવાર (રહે. બોટાદ) તથા વાડીના માલીક ડાયા બધાભાઇ ગોહિલ (રહે. અણીયાણી) મળી કુલ 23 આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા કલમ 4-5૫ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરી રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી હતી.

પોલીસની રેડમાં રંગેહાથ ઝડપાયેલા આરોપીઓ:
ભરતસિંહ હરુભા મોરી (રહે. રાજકોટ), વિજયસિંહ નવલસિંહ ડાભી (રહે. રાજકોટ), લાલા મખાભાઇ વકાતર (રહે. રાજકોટ), પ્રવિણ પુંજાભાઇ પરમાર (રહે. રાજકોટ), સતારા હબીબભાઇ મોટલીય (રહે.રાજકોટ), રણજીત વિનુભાઇ બાકોતર (રહે.રાજકોટ), જલા રામભાઇ સોંડલા (રહે. રાજકોટ), મહેબુબઆદમભાઇ મુમાણી (રહે. રાજકોટ), પ્રવિણ ભુરાભાઇ નકુમ (રહે. રાજકોટ), યાકુબ બચુભાઇ પઠાણ (રહે. સુરેન્દ્રનગર), દલસુખ ભવાનભાઇ ઝાલા (રહે.સાયલા), કમલેશ ડાયાભાઇ તન્ના (રહે.રાજકોટ), જીતુ જવેરભાઇ પરમાર (રહે.તરઘડી ગામ તા. પડધરી જી. રાજકોટ), જયદિપસિંહ વિક્રમસિંહ જાડેજા (રહે. રાજકોટ), મુકેશ રતનાભાઇ મુંગરા (રહે.રાજકોટ), કિશોર ગોવિંદભાઇ જમોડ (રહે. રાજકોટ), ગોપાલ ભીખુભાલ ગોહિલ (રહે. રાજકોટ),  હિનફ સદીકભાઇ કાજડીયા (રહે. સુરેન્દ્રનગર), ગોવિંદ જીવાભાઇ ખાતરા (રહે. રાજકોટ), ઇરફાન જીકરભાઇ મોટલીયા (રહે.રાજકોટ), અજય રતીલાલ સરવૈયા (રહે. સુરેન્દ્રનગ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *