વડોદરામાં બંને બાજુ મોં ધરાવતા 42 લાખના સાપનો સોદો કરી રહ્યા હતા- વન વિભાગે કર્યો પર્દાફાશ

ડિજિટલ ઈન્ડિયાનાં આવાં યુગમાં આજે પણ ભારતમાં અંધશ્રદ્ધાની ઘટનાઓ સામે આવતી જ હોય છે. સમગ્ર દેશમાં તાંત્રિક વિધિને માટે આંધળી ચાકણ સાપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, તેમજ આ સાપોની કિંમત પણ બ્લેકમાર્કેટમાં લાખો રૂપિયામાં બોલાઈ રહી છે.

એવામાં વડોદરામાં આંધળી ચાકળનો કુલ 42 લાખ રૂપિયામાં સોદો કરનાર કુલ 5 વ્યક્તિઓને વન વિભાગની ટીમે પકડી પાડ્યા હતા.વન વિભાગની ટીમને આંધળી ચાકણનું વેચાણ થતું હોવાની હોવાની માહિતી મળી હતી. ત્યારપછી વડોદરા-સુરત હાઈવે પર આવેલ L&T કંપનીની નજીક છટકું પણ ગોઠવ્યું હતું.

જેમાં આંધળી ચાકણ સાપનું વેચાણ કરવા માટે નીકળેલ કુલ 3 શખ્સ સહિત ખરીદનાર એમ કુલ 5 શખ્સને પકડી પાડ્યા હતા. આંધળી ચાકણનાં સાપનો કુલ 42 લાખ રૂપિયામાં સોદો પણ કર્યો હતો.વન વિભાગે બોડેલીથી આંધળી ચાકણ લાવનાર આરોપી અરૂણ ખત્રી તેમજ ઝાકીર હુસેન અબ્દુલ કરીમ ખત્રી તથા વેચાણ માટે મધ્યસ્થી રહેનાર ડભોઇના ગોવિંદ રબારી, ચિંતન પરમાર ઉર્ફે ચિકો તેમજ દિનેશ મોચીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

બે બાજુનાં મોઢાવાળા સાપ તરીકે જાણીતાં આંધળી ચાકણનો તાંત્રિક વિધિ માટે પણ ઉપયોગ થાય છે, તેમજ આંધળી ચાકણને રાખવાથી ધનલાભ થયો હોવાની પણ માન્યતા રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *