ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ કોરોના વાયરસનાં કેસમાં વધારો થતો હોવાનાં લીધે રાજ્ય સરકારએ 4 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કર્યો છે. રાજ્ય સરકારએ સુરત, રાજકોટ, વડોદરા તેમજ અમદાવાદમાં કર્ફ્યૂ લાગુ કર્યો છે. કર્ફ્યૂ દરમિયાન લોકોને કામ વિના ઘરની બહાર નીકળવાની મનાઈ કરી છે. જે લોકો ઘરની બહાર કામ વિના નીકળે છે એમની સામે દંડનીય કાર્યવાહી કરે છે.
તે સમયે રાજકોટ શહેરમાં કર્ફ્યૂ સમયે પોતાની કાર લઇને રસ્તા પર નીકળવું BJPનાં પૂર્વ કોર્પોરેટરને ભારે પડ્યું હતું. પોલીસે પૂર્વ કોર્પોરેટરની કારને અટકાવીને કારની અંદર તપાસ કરતા કારમાંથી પિસ્તોલ તેમજ 5 જીવતા કારતૂસ મળ્યા હતા. જેથી પોલીસે BJPનાં પૂર્વ કોર્પોરેટરની અટકાયત કરીને તેમની પિસ્તોલ કબજે કરવામાં આવી હતી.
રિપોર્ટ મુજબ રાજકોટમાં રાતનાં સમયે કર્ફ્યૂનું પાલન લોકો કરે તે માટે પોલીસ પેટ્રોલિંગ પણ વધાર્યું છે. રાત્રી કર્ફ્યૂનાં સમયે જે લોકો રસ્તા પર નીકળે છે એમની પૂછપરછ કરે છે. જો તે વ્યક્તિ કારણ વિના રસ્તા પર ફરી રહ્યો હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે.
રાજકોટ શહેરનાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રી કર્ફ્યૂનાં અમલની કાર્યવાહી કરતો હતો, ત્યારે BJPનાં પૂર્વ કોર્પોરેટર સંજય ઘવા તેની કાર લઇને એરપોર્ટ ફાટક નજીકથી પસાર થતા હતા. પૂર્વ કોર્પોરેટર રાત્રી કર્ફ્યૂ દરમિયાન કાર લઇને રસ્તા પર નીકળ્યા હોવાનાં લીધે પોલીસે એમની કારને અટકાવી હતી તેમજ પૂર્વ કોર્પોરેટરની પૂછપરછ કરીને એમની ગાડીની તપાસ કરવામાં આવી હતી.
કારની તપાસમાં પોલીસને BJPનાં પૂર્વ કોર્પોરેટર સંજય ધવાની કારમાંથી દેશી બનાવટી પીસ્તોલ મળી હતી. તેની સાથે જ 5 કારતૂસ પણ મળ્યા હતા. આ આખા મામલે પોલીસે પૂર્વ કોર્પોરેટર સંજયની વિરુદ્ધ આર્મ્સ એક્ટ તેમજ IPCની કલમ 188 મુજબ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ ચાલુ કર્યું છે.
નોંધનીય એ છે કે, કોર્પોરેટર સંજય 2010માં રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર 23માં BJPનાં નિશાન પર વિજેતા બન્યા હતા. 2015 સુધી તે કોર્પોરેટર બન્યા હતા તેમજ એ પછી રાજકોટ મહાનગરપાલિકાની 2015ની ચૂંટણી અગાઉ થયેલા સીમાંકનમાં વોર્ડ નંબર 23ને વોર્ડ નંબર 17 તેમજ 18માં ભેળવી દેવાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle