CBIનો અધિકારી ખુદ 25 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, નામ જાણી ચોંકી ઉઠશો

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (SBI) એ લાંચ કેસમાં તેના પોતાના પૂર્વ અધિકારીની ધરપકડ કરી છે. સીબીઆઈએ શનિવારે તેના પૂર્વ અધિકારી એનએમપી સિંહાની ધરપકડ કરી હતી. એનએમપી સિંહા ગયા મહિને જ સીબીઆઈ સેવામાંથી નિવૃત્ત થયા હતા.

એનએમપી સિંહાને શનિવારે લાંચ લેવાના આરોપમાં નવી દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પર 25 લાખની લાંચ લેવાનો આરોપ છે. તથા સીબીઆઈએ તેની સાથે અન્ય એક યુવકની પણ ધરપકડ કરી છે. એન.એમ.પી. સિન્હા સીબીઆઈમાં પૂર્વ વિશેષ નિયામક રાકેશ અસ્થાનાની વિશેષ ફરજ બજાવનાર અધિકારી પણ રહી ચૂક્યા છે.સિન્હા એક મહિના પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીમાંથી નિવૃત્ત થયા હતા. સીબીઆઈના કોઈ કેસમાં નિર્ણય બદલવા માટે લાંચ લીધી  હતી તેવો આરોપ મુકવામાં આવ્યો છે.

સીએમપી અધિકારી એનએમપી સિંહાની સાથે અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. સિંહા પર એક કેસમાં 25 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. આરોપ મુજબ સિંહાએ કેસની તપાસને પ્રભાવિત કરવા અને તરફેણ કરવા 25 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. આ કેસમાં ફરિયાદ મળતાં સીબીઆઈએ સિંહા સામે ગુનો નોંધ્યો હતો.

જો કે, હજી સુધી તે બહાર આવ્યું નથી કે સિંહા પર કયા કિસ્સામાં લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, આ અંગે કોઈ માહિતી મળી શકી નથી. એવું કહેવામાં આવે છે કે એનએમપી સિંહા સીબીઆઈના ડિરેક્ટર રહી ચૂકેલા રાકેશ અસ્થાનાના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (ઓએસડી) પણ રહી ચૂક્યા છે. સીબીઆઈના ભૂતપૂર્વ નિર્દેશક, રાકેશ અસ્થાનાને ગયા મહિને જ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના ડીજી બનાવવામાં આવ્યા હતા.

જો કે આ લાંચ શા માટે લીધી હતી તેનું કારણ હજી જાહેર કરવામાં આવ્યું નથી. સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પાસેથી માહિતીની રાહ જોવાઇ રહી છે.આપને જણાવી દઈએ કે સિંહા સીબીઆઈમાં પૂર્વ વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાનાના ઓએસડી રહી ચૂક્યા છે. ગયા મહિનામાં અસ્થાનાને બીએસએફનો ડીજી બનાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *