દીપિકા, સારા અને શ્રદ્ધા બાદ હવે બોલીવુડના આ 4 અભિનેતાના નામ ડ્રગ્સ કેસમાં આવ્યા સામે

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીની વચ્ચે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કર્યાં બાદ હાલમાં આ કેસની તપાસ NCB કરી રહી છે. બોલિવૂડ ડ્રગ્સ કેસમાં સૌથી મોટો વિસ્ફોટ થયો…

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીની વચ્ચે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કર્યાં બાદ હાલમાં આ કેસની તપાસ NCB કરી રહી છે. બોલિવૂડ ડ્રગ્સ કેસમાં સૌથી મોટો વિસ્ફોટ થયો છે. NCBની પૂછપરછમાં ડ્રગ્સ પેડલર્સે બોલિવૂડનાં કુલ 4 હીરોનાં નામ પણ આપ્યાં છે.

એમાં શાહરુખ ખાન, રણબીર કપૂર, અર્જુન રામપાલ તથા ડિનો મોરિયાનો સમાવેશ થાય છે. સૌથી મોટા સમાચાર તો એ છે કે, અર્જુન રામપાલ શાહરુખને ડ્રગ્સ સપ્લાઇ કરતો રહ્યો છે. અત્યાર સુધીમાં માત્ર અભિનેત્રીઓનાં જ નામ સામે આવી રહ્યાં હતાં. આ પહેલીવાર છે કે, મોટા અભિનેતાઓનાં નામ પણ સામે આવી રહ્યાં છે.

NCBના એક અધિકારીએ પોતાનું નામ નહીં છાપવાની શરત પર બોલિવૂડનાં મોટાં નામોનો આ વિસ્ફોટ કર્યો છે. એમની સાથે વાતચીતની સંપૂર્ણ રેકોર્ડિંગ એક ખાનગી ન્યુઝ એજન્સીની પાસે રહેલું છે. કેટલાંક દિવસથી મીડિયામાં નામ સામે આવતાં ન હતાં. એને બદલે માત્ર ‘A’, ‘D’, ‘R’ અને ‘S’ કોડ નેમથી જ જાણકારી આપવામાં આવતી હતી.

હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, A એટલે અર્જુન રામપાલ, D એટલે ડિનો મોરિયા, R એટલે રણબીર કપૂર તેમજ S એટલે શાહરુખ ખાનનાં નામ સામે આવ્યા છે. NCBના અધિકારીઓએ જણાવતાં કહ્યું હતું કે, ડ્રગ પેડલરના સોર્સના જણાવ્યા મુજબ, અર્જુન રામપાલ શાહરુખ ખાનને ડ્રગ સપ્લાઇ કરતો રહ્યો છે. જો કે, ડિનો મોરિયા કોને સપ્લાઇ કરતો હતો? આ વિશે અધિકારીએ જણાવતાં કહ્યું હતું કે, હવે પછીની જાણકારી મળવાની બાકી છે. હાલમાં પૂછપરછ ચાલી રહી છે.

NCB અધિકારીની સાથે વાતચીત :

પ્રશ્નઃ
કોણે આ નામો વિશે NCBને જણાવ્યું?

અધિકારી :
ડ્રગ પેડલરનો એક સોર્સ છે. એણે જણાવતાં કહ્યું હતું કે, અર્જુન રામપાલ શાહરુખનાં ઘરે ડ્રગ લઈને જાય છે. ઈન્ફોર્મેશન તો ક્રેડિબલ છે પરંતુ હાલમાં એ વ્યક્તિની પાસેથી સીઝર (જપ્તી) થવાની રાહ જોઈશું. એ અનફોલ્ડ હશે, ટેક્નિકલ એવિડન્સની સાથે અમે આ શંકાસ્પદ એક્ટર્સની સામે કડક પગલાં ભરીશું.

પ્રશ્નઃ
પેડલરનો સોર્સ કોણ છે, એનું શું નામ છે?

અધિકારીઃ
એ રહેવા દઈએ, પછી ક્યારેક માટે તે પેડલરનો સોર્સ તો બહારની વ્યક્તિ છે. કુલ 2 ઈન્ટેલિજન્સનું ઈનપુટ છે કે, સોર્સ કોઈ સેકન્ડ ક્લાસ વ્યક્તિ નથી કે બસ એવી જ રીતે આવી ગયો હતો તથા NCBને જાણકારી આપતો હોય. તે એક આંતરરાષ્ટ્રીય એજન્સીનું ઈનપુટ રહેલું છે.

પ્રશ્નઃ
આ પેડલર કોણ છે કે, જેને એના સોર્સે કહ્યું છે? ડેવિડ અથવા તો અનુજ કેસવાની વગેરે.

અધિકારીઃ
હાલમાં તો બધાં જ ટેક્નિકલ રીતે અનરિલેટેડ છે. પેડલર ડેવિડ અનરિલેટેડ છે. તે સંપૂર્ણપણે ઈન્ટેલિજન્સ ઈનપુટવાળો ક્રેડિબલ શખસ છે. જે પેડલરના કોન્ટેક્ટની વ્યક્તિ છે. અર્જુન રામપાલની સાથે રહ્યો છે. અમારી પાસે અમુક વિશ્વસનીય પુરાવા રહેલાં છે કે, અર્જુનનું શાહરુખની સાથે કનેક્શન રહેલું છે તથા ડિનો મોરિયાનું પણ બીજા કોઈની સાથે કનેક્શન રહેલું છે.

શાહરુખ ખાન દુબઈમાં છે
શાહરુખ ખાન હાલ દુબઈમાં છે તથા IPLની મજા માણી રહ્યો છે. જ્યારે અર્જુન રામપાલ મુંબઈમાં પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહેલો છે. રણબીરની વાત કરવામાં આવે તો છેલ્લા દિવસોમાં એ પરિવારની સાથે જન્મદિન ઉજવતો જોવા મળ્યો હતો. ડિનો મોરિયા પણ હાલ મુંબઈમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *