કોંગ્રેસ નેતાએ જાહેરમાં આ શું બોલી દીધું! કહ્યું PM મોદીની હત્યા માટે તત્પર રહો- વિડીયો થયો વાયરલ

કોંગ્રેસ(Congress)ના પૂર્વ મંત્રી રાજા પટૈરિયા(Raja Pateria)નું એક વિવાદિત નિવેદન સામે આવતા રાજકારણ ગરમાય ગયું છે. જેમાં તેઓ PM મોદી(PM Modi)ની હત્યા કરવાની વાત કરી રહ્યા…

કોંગ્રેસ(Congress)ના પૂર્વ મંત્રી રાજા પટૈરિયા(Raja Pateria)નું એક વિવાદિત નિવેદન સામે આવતા રાજકારણ ગરમાય ગયું છે. જેમાં તેઓ PM મોદી(PM Modi)ની હત્યા કરવાની વાત કરી રહ્યા છે. તેમના આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા(Social media)માં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જોકે વિડીયો વાયરલ થતાની સાથે જ તેમણે યુ-ટર્ન લઈ લીધો હતો. તેમણે મીડિયા રિપોર્ટમાં જણાવતા કહ્યું હતું કે, તેમનો કહેવાનો અર્થ હતો કે, આવતી ચૂંટણી હવે PM મોદીને હરાવો. આટલું તેમણે એવું પણ કહ્યું છે કે, વાતચીતના ફ્લોમાં તેના દ્વારા આવું બોલાઈ ગયું છે. ભાજપ નેતાઓ દ્વારા આ વિડીયો શેર કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.

રાજા પટેરિયાનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં તેઓ અમુક કાર્યકર્તાઓને સંબોધન કરતા જોઈ શકાય છે. તેઓ કહી રહ્યા છે કે, PM મોદી ચૂંટણીને ખતમ કરી દેશે અને મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે ભાગલા પાડી દેશે. પછાત, આદિવાસીઓ અને અલ્પસંખ્યકોનું જીવન જોખમમાં છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, જો બંધારણને બચાવવું હોય તો PM મોદીની હત્યા માટે તૈયાર રહો. જોકે ત્યાર પછી તેઓ કહી રહ્યા છે કે, હત્યા એટલે કે હાર.

રાજા પટેરિયાનો વિડીયો વાયરલ થયા પછી મીડિયા રિપોર્ટમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, તેમનો કહેવાનો અર્થ છે કે, આગામી ચૂંટણીમાં ભાજપને હરાવો. તેમણે વધુમાં કહ્યું કે, આવું ફ્લોમાં બોલાઈ ગયું હતું. પરંતુ જેમણે આ વિડીયો રેકોર્ડ કર્યો છે તેમણે માત્ર આટલો ભાગ જ ઉઠાવ્યો છે. રાજા પટેરિયાએ કહ્યું છે કે, આ વિડીયો એડિટ કરવામાં આવ્યો છે. મારો કહેવાનો અર્થ એ નહતો. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવેલ છે.

મહત્વનું છે કે, કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાના નિવેદન વિશે ગૃહ મંત્રી નરોત્તમ મિક્ષાએ જણાવતા કહ્યું કે, પટેરિયાનું નિવેદન મેં સાંભળ્યું, તેનાથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે, આ હવે મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી રહી. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, ઈટલીની કોંગ્રેસ છે અને ઈટલીની માનસિકતા મુસોલિનીની છે અને રાહુલ ગાંધીની યાત્રામાં સ્વરા ભાસ્કર, કન્હૈયા કુમાર, સુશાંત ભાગ લઈ રહ્યા છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું કે, મેં એસપીને આ મુદ્દે તાત્કાલિક FIR કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *