સુરતના આ ચાર ભાજપ ધારાસભ્યનો ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં સમાવેશ

ગુજરાત(Gujarat): આજે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળની શપથવિધિનો કાર્યક્રમ યોજાવા માટે જઇ રહ્યો છે. ત્યારે ગઇ કાલે રાત્રે જ PM મોદી અમદાવાદ(Ahmedabad) આવી પહોચ્યા હતા. જ્યાં…

ગુજરાત(Gujarat): આજે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળની શપથવિધિનો કાર્યક્રમ યોજાવા માટે જઇ રહ્યો છે. ત્યારે ગઇ કાલે રાત્રે જ PM મોદી અમદાવાદ(Ahmedabad) આવી પહોચ્યા હતા. જ્યાં તેઓનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમે તમને જણાવી દઇએ કે, આજે ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) મુખ્યમંત્રી પદના શપથ લેશે. આથી આજે અમદાવાદ એરપોર્ટ ખાતે અનેક VVIP મહેમાનોનો જમાવડો થશે.

સુરતના ચાર ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ:
સુરતમાંથી ભાજપના ચાર ધારાસભ્ય હર્ષ સંઘવી, પ્રફુલ પાનશેરીયા, મુકેશ પટેલ અને કુવરજી હળપતિનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, હર્ષ સંઘવી મજુરાના ધારાસભ્ય છે જયારે પ્રફુલ પાનશેરીયા કામરેજના ધારાસભ્ય છે, મુકેશ પટેલ ઓલપાડના ધારાસભ્ય છે અને કુવરજી હળપતિ માંડવી ધારાસભ્ય છે.

મંત્રીમંડળના શપથ માટે જાણો ક્યાં ક્યાં ધારાસભ્યોને આવ્યા ફોન:
મહત્વનું છે કે, ઘાટલોડિયા ધારાસભ્ય – ભૂપેન્દ્ર પટેલ, મજુરા ધારાસભ્ય – હર્ષ સંઘવી, વિસનગર ધારાસભ્ય – ઋષિકેશ પટેલ, પારડી ધારાસભ્ય – કનુભાઈ દેસાઈ, જસદણ ધારાસભ્ય – કુંવરજીભાઈ બાવળિયા, ખંભાળિયા ધારાસભ્ય – મૂળુભાઈ બેરા, જામનગર ગ્રામ્ય ધારાસભ્ય – રાઘવજી પટેલ, ભાવનગર ગ્રામ્ય ધારાસભ્ય – પુરુષોત્તમ ભાઈ સોલંકી, સિદ્ધપુર ધારાસભ્ય – બળવંતસિંહ રાજપૂત, રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય – ભાનુબેન બાબરીયા, સંતરામપુર ધારાસભ્ય – કુબેરભાઈ ડીંડોર, દેવગઢ બારિયા ધારાસભ્ય – બચ્ચુ ખાબડ, નિકોલ ધારાસભ્ય – જગદીશ પંચાલ, ઓલપાડ ધારાસભ્ય – મુકેશ પટેલ, મોડાસા ધારાસભ્ય – ભીખુભાઈ પરમાર, કામરેજ ધારાસભ્ય – પ્રફુલ પાનસેરીયા અને માંડવી ધારાસભ્ય – કુંવરજી હળપતિને રાત્રે ફોન આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, શપથવિધિ માટે 20 ચાર્ટર્ડ સહિત ફ્લાઇટમાં VVIPની અવરજવર રહેશે. રવિવારના રોજ ખુદ ગૃહમંત્રી અમિત શાહ અને આસામના મુખ્યમંત્રી પણ આવી ગયા હતા. આ શપથવિધિમાં 7 રાજ્યોના મુખ્યમંત્રી ચાર્ટર્ડ લઇને આવશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ શપથવિધિમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં ઉપસ્થિત રહેશે.

વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *