AAPના ધારાસભ્ય સુધીર વાઘાણી સટ્ટો રમે છે? જવાબ આપતા જાણો શું કહ્યું

ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણી-2022 પૂર્ણ થઈ ગઈ છે અને 8મી ડિસેમ્બરના રોજ પરિણામો પણ જાહેર થઈ ચૂક્યાં છે. આ પરિણામોમાં ત્રીજા પક્ષ તરીકે ઊભરી આવેલી AAPના…

ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણી-2022 પૂર્ણ થઈ ગઈ છે અને 8મી ડિસેમ્બરના રોજ પરિણામો પણ જાહેર થઈ ચૂક્યાં છે. આ પરિણામોમાં ત્રીજા પક્ષ તરીકે ઊભરી આવેલી AAPના 5 ઉમેદવારોની જીત થઈ છે. મહત્વનું છે કે, જેમાં સૌથી વધારે ચર્ચા યુવા ઉમેદવાર અને ગારિયાધાર(Gariyadhar) બેઠક પરથી 6 ટર્મથી જીતી રહેલા કેશુ નાકરાણી(Keshu Nakrani)ને 4,819 મતથી હરાવનારા સુધીર વાઘાણી(Sudhir Vaghani)ની ચાલી રહી છે. ત્યારે હવે સુધીર વાઘાણી શું સટ્ટો રમે છે તે અંગેની ચર્ચાઓ હાલ ખુબ જ થઇ રહી છે.

સુધીર વાઘાણી સટ્ટો રમે છે, જાણો શું કહ્યું?
સુધીર વાઘાણીને પૂછવામાં આવ્યું હતું કે, તમારા વિરોધીઓ કહે છે સુધીર વાઘાણી સટ્ટા સાથે જોડાયેલા છે, આ અંગે તમે શું કહેશો? જેનો જવાબ આપતા કહ્યું કે, જો કોઈપણ માણસ જવાબ ના દે તો સમજી લેવું જોઈએ કે વાત કઈ બાજુ જઈ રહી છે. તમને જે ગમતું હોય અને લોકો બાજુથી જે વધુ અભિપ્રાયો આવ્યા હોય એ ખોટું ના હોય, એટલા બધા લોકો ખોટું ના પણ કહેતા હોય. જયારે પૂછવામાં આવ્યું કે, સટ્ટો રમવો ખોટું કામ છે કે સાચું? જે અંગે સુધીર વાઘાણીએ કહ્યું કે, એ કામ કરાય જ નહી. મે એવું તો નથી કીધું કે હું સટ્ટો રમું જ છું, એના માટે તો ફિલ્મ બનાવવી પડે ‘જન્નત’ જેવી.

ભાજપમાં જોડાવવા અંગે જાણો શું કહ્યું?
મહત્વનું છે કે, ગઈકાલે જ સુધીર વાઘાણીએ કહ્યું હતું કે, ખોટી અફવાઓ થી દુર રહો. હું આમ આદમી પાર્ટી મા હતો, છું અને રહીશ. મને કોઈ પણ પ્રકાર ની લાલચ નથી, ગારીયાધાર-જેસર ના મતદારો એ પરીવર્તન ની લડાઈ મા મારા પર વિશ્વાસ મુક્યો છે.

જાણો સુધીર વાઘાણીના પરિવાર વિશે:
પરિવાર, વ્યવસાય અને અભ્યાસ અંગે સુધીર વાઘાણીએ જણાવતા કહ્યું છે કે, ગારિયાધારની એમ.ડી. પટેલ સરકારી સ્કૂલમાં તેમણે ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ ખેતીવાડીના વ્યવસાય સાથે જોડાયેલા છે. બાપ-દાદા મોટા ખેડૂત હતા. નાનો પરિવાર હોવાને કારણે કોઈ વસ્તુની ખોટ નહોતી. મારા પરિવારમાં હું મારી પત્ની, માતા-પિતા અને નાનો ભાઈ છે.

મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *