ગુજરાત: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી (Former DyCM) નીતિન પટેલ (Nitin Patel) ને લઈ અમરેલી (Amreli) ના સાંસદ નારણ કાછડિયા (Naran Kachhadia) એ ગંભીર આક્ષેપો કર્યા હતા કે, જે મુદ્દે ઉત્તર આપતા નીતિન પટેલ ખુબ ભાવુક થઈ ગયા હતા. આંખમાં આંસુની વહેતી ધારા સાથે એમણે જણાવ્યું હતું કે, નારણભાઈએ આ વિષયો મીડિયામાં શા માટે ઉઠાવ્યા તે હું જાણતો નથી. નાણામંત્રી તરીકે મારું મોટુ યોગદાન રહેલું છે.
અમરેલીના સાંસદ નારાયણ કાછડિયાના ખોટા આક્ષેપને લઈ ઉત્તર આપતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુરૃવારે ખુબ ભાવુક થયા હતા તેમજ અમદાવાદમાં હેરિટેજ પેઈન્ટિંગ એક્ઝિબિશન લાઈવ પેઈન્ટિંગ શોના આરંભમાં મીડિયા સમક્ષ તેમણે સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા માટે 6,000 કરોડની યોજના 18,000 કરોડની કરી હોવાનું કહ્યું હતું.
આની સાથે જ નાણામંત્રી તરીકે મારું મોટું યોગદાન રહેલું છે તેમજ આ યોજના લોન્ચ થયા બાદ ત્રણેય સિંચાઈ મંત્રીઓ સૌૈરાષ્ટ્રના રહ્યા છે. આ વાસ્તવિકતાની વચ્ચે નારાયણભાઈએ કેમ નિવેદનો કર્યા તે હું જાણતો નથી. આવા કપરા સમયમાં આરોગ્ય વિભાગના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ તથા શહેરના સિવિલ સહિત તમામ લોકોએ ખુબ સુંદર કામગીરી કરી છે.
તેઓ અભિનંદનને પાત્ર છે ત્યારે તેમને વડાપ્રધાન કોરોના વોરિયર્સ આપીને સન્માનવામાં આવ્યા છે. કદાચ ચૂંટાયેલા પ્રતિનિધિ કોઇપણ દવાખાનાની મુલાકાત લેવા માટે ગયા હોય તેમજ કોઇ ડોક્ટર કદાચ કોઇ કામના ભારણ હેઠળ હોય તો નારણભાઈ કયા ડોકટરની વાત કરી રહ્યા છે તે મારા ધ્યાનમાં નથી.
સૌની યૌજનામાં અવરોધ કર્યો હોવાના જઉત્તરમાં નીતિન પટેલ જણાવે છે કે, મારા પછી સિંચાઇ મંત્રી તરીકે બાબુભાઈ બોખિરિયા, નાનુભાઈ વાનાણી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે ચાર્જ હતો કે, જે છેલ્લા 5 વર્ષથી આ યોજના જોઈ રહ્યા હતા. સિંચાઇ વિભાગની જવાબદારી વર્ષોથી મારી પાસે નથી પણ વિજય રુપાણીએ સૌની યોજનામાં વધારે નાણાની દરખાસ્ત લાવી હતી કે, જેમાં મારા વિભાગે નાણા આપ્યા છે.
નીતિન પટેલ તથા સાંસદ નારણ કાછડિયાની વચ્ચે જામેલ શાબ્દિક વોરની વાત કરવામાં આવે તો, 4 દિવસ અગાઉ કાર્યકર્તા સંમેલનમાં નીતિન પટેલે રામાયણ હોય ત્યાં મંથરા તેમજ વિભિષણ હોવાની વાત કરી હતી કે, જે પોતાના દુશ્મનો પર નિશાન સાધ્યું હતું.
આ ઈન્ટરવ્યૂમાં નીતિનભાઈએ મંથરા-વિભિષણનો મુદ્દો છેડયો હતો તેમજ ટીવી શોની લીંક પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર પણ કરી હતી કે, જે લીંક પર અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ કોમેન્ટ કરી હતી કે, ગાંધીનગરમાં આવીએ ત્યારે સામું પણ જોતા નથી, હવે ખબર પડી?. સાંસદની આ કોમેન્ટ પછી સાંસદ ખુલ્લીને સામે આવ્યા હતા તેમજ નીતિનભાઈ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.
કાર્યકર્તાઓને નજર અંદાજ અને સાઈડલાઈન કરવા તેનો સ્વભાવ- નારણ કાછડિયા
નારણ કાછડિયાએ જણાવતા કહ્યું હતું કે, ભાજપમાં કાર્યકર્તા જ મહાન છે. જયારે કાર્યકર્તાઓને નજર અંદાજ કરવા તેમજ સાઈડલાઈન કરવા માટે નીતિન પટેલના સ્વભાવમાં હતું. હોદો ગયા પછી હવે તે કાર્યકર્તાઓને યાદ કરી રહ્યા છે એ માટે તેને પ્રશ્ન કરવો પડ્યો હતો.
સૌની યોજનાનું કામ સમયસર પૂર્ણ ના થતા બજેટ વધ્યું:
સૌરાષ્ટ્રની પાણી સમસ્યાનો ઉકેલ લાવવા માટે તત્કાલીન CM નરેન્દ્ર મોદી દ્વારા સૌની યોજનાનો પાયો નાખવામા આવ્યો હતો. ત્યારપછી નરેન્દ્ર મોદી કેન્દ્રમાં જતા રહ્યા હતા તેમજ સૌની યોજનાનું કામ જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તે ન થતા યોજનાના બજેટમાં જંગી વધારો કરવામાં આવ્યો હોવાનો સાંસદે આક્ષેપ કર્યો હતો.
‘સાવરકુંડલા બાયપાસ મુદ્દે ત્રણવાર રજૂઆત કરી તો પણ કામ ના થયું’:
આની સાથોસાથ જ સાંસદે જણાવતા કહ્યું હતું કે, સાવરકુંડલા બાયપાસની સમસ્યાથી કોઈ અજાણ નથી ત્યારે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હું નીતિન પટેલને ત્રણ વખત મળ્યો હતો તેમજ રજૂઆત પણ કરી હતી. જયારે એમ છતાં આ કામ થયું ન હતું.
કહીં પે નિગાહે, કહીં પે નિશાના:
કાછડિયાએ આગળ જણાવ્યું હતું કે, ભાજપમાં કેટલાક સિનિયર નેતાઓ એવા છે કે, જેઓ છેલ્લી 5 જેટલી ટર્મથી ચૂંટાઈને આવી રહ્યા છે તેમજ નીતિનભાઈના મત પ્રમાણે જો કાર્યકર્તા મહાન હોય તો નીતિનભાઈએ પાર્ટીમાં સેકન્ડ કેડર કઈ રીતે તૈયાર થાય એ માટે પ્રયાસ કરવા જોઈએ. જયારે તેઓની નજર ક્યાંક છે તેમજ નિશાન પણ ક્યાંક લગાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.