ગમખ્વાર અકસ્માતમાં પૂર્વ ધારાસભ્યનું નિધન, SUVના ભુક્કે-ભુક્કા બોલી ગયા- ‘ઓમ શાંતિ’

મહારાષ્ટ્ર(Maharashtra)માં માર્ગ અકસ્માત(Accident)માં પૂર્વ ધારાસભ્યનું મૃત્યુ થયું છે. ભૂતપૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મુંબઈ-પુણે એક્સપ્રેસ વે(Mumbai-Pune Expressway) પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના પનવેલ નજીક માદપ ટનલમાં થઈ હતી. પૂર્વ ધારાસભ્ય વિનાયક મેટે(Vinayak Mete)પોતાની SUV કારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત થયો હતો તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

વિનાયક મેટેને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ તેને નવી મુંબઈના કામોથે વિસ્તારમાં આવેલી MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. કારની હાલત જોઈને અકસ્માતનો અંદાજ લગાવી શકાય છે. વિનાયક મેટેની એસયુવી કારના અકસ્માતમાં કુરચે કુરચા બોલી ગયા હતા. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેનું સારવાર દરમિયાન જ મોત થયું હતું.

વિનાયકરાવ મેટે શિવસંગ્રામ પાર્ટીના અધ્યક્ષ હતા. તેમનો જન્મ 30 જૂન 1970ના રોજ બીડમાં થયો હતો. વિનાયકરાવ મેટેનું નામ મહારાષ્ટ્રના રાજકારણમાં ઝડપથી ઊભરી આવ્યું હતું. સ્વતંત્રતા સંગ્રામ અને સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળની તેમના વિચારો પર ઊંડી અસર પડી હતી. વિનાયક મેટે 2016માં ભાજપના ક્વોટામાંથી બિનહરીફ એમએલસી તરીકે ચૂંટાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *