ધરપકડ બાદ ડોનાલ્ડ ટ્રમ્પને છોડી તો દેવાયો પણ, કોર્ટે ફટકાર્યો એટલા લાખ ડોલરનો દંડ કે… આંકડો જાણીને ચક્કર આવી જશે

Donald Trump Latest News: અમેરિકા(America)ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોડી રાત્રે ધરપકડ થયા બાદ છોડી દેવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો પો*ર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ(Stormy Daniels) સાથે જોડાયેલા ગુનાહિત કેસોમાં મંગળવારના રોજ મેનહૈટનની કોર્ટમાં રજૂ થવા પહોંચેલ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રમ્પ સામે 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી અગાઉ પોર્ન સ્ટારને મોંઢું બંધ રાખવા માટે પૈસા આપવામાં આવ્યા હતા અને તેને સંતાડવા માટે આર્થિક રેકોર્ડમાં હેરાફેરી સહિત ડોનાલ્ડ ટ્રમ્પ સામે 34 આરોપ લગાવવામાં આવ્યા હતા.

અહેવાલ અનુસાર, કોર્ટમાં રજૂ થતા દરમિયાન તેમણે બધા આરોપોને ખોટા ગણાવ્યા હતા અને પોતાને નિર્દોષ ગણાવ્યો હતા. દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા ટ્રમ્પને 1.22 લાખ ડોલરનો મસમોટો દંડ ફટકારવામાં આવ્યો હતો અને આ દંડની રકમ સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવે એવો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. સુનાવણી પછી ટ્રમ્પ કોર્ટમાંથી રવાના થયા હતા. સમગ્ર મામલે આગામી સુનાવણી ચાર ડિસેમ્બરના રોજ થશે. જો વાત કરવામાં આવે તો ટ્રમ્પ ગુનાહિત કેસોમાં ધરપકડ થનારા પહેલા અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ બની ગયા છે.

મહત્વનું છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મેનહટ્ટનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર 34 જેટલા આરોપો લગાવવામાં આવ્યા છે. તેમને રજૂ કરવામાં આવતા મેનહેટન ડિસ્ટ્રિક્ટ એટોર્નીના કાર્યાલયમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ત્યારપછી તેમને મૂક્ત કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને સંબોધ્યા હતા. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન ઉપર નિશાન સાધવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે જો બાઇડન ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે, હંટર બાઇડન લેપટોપએ બાઇડન પરિવારને ગુનેગારો તરીકે ઉજાગર કરવામાં આવ્યા છે. ચૂંટણી નિષ્ણાંતો મુજબ ચૂંટણી પરિણામમાં 17 પોઇન્ટનું અંતર રહેશે. આપણને ખુબ જ ઓછા અંકની જરૂર છે. આ અમારા પક્ષમાં રહેશે કારણ કે આપણો દેશ નરકમાં ધકેલાઈ રહ્યો છે.

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવતા કહ્યું કે, મે આપણા દેશની રક્ષા કરી, એજ મારો ગુનો છે. તેમણે વધુમાં કહ્યું કે, આપણા દેશને બચાવવાનો છે. હું ક્યારેય પણ વિચાર નથી શકતો કે અમેરિકામાં આવું પણ થઇ શકે છે. મેં જો એકમાત્ર ગુનો કર્યો છે તો નિડર થઇને પોતાના દેશની એ લોકોથી રક્ષા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *