સુરતના વેસુ વિસ્તારમાં ચપ્પુના ઘા જીકી 12.40 લાખની લુંટ ચલાવનારા ચાર આરોપીઓ ઝડપાયા- સીસીટીવીમાં કેદ થઈ હતી ઘટના

સુરત(Surat): શહેરમાં અવારનવાર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને લુંટ ચલાવવામાં આવે છે. અસામાજિક તત્વોને જાણે કે ખાખી વર્દીનો ડર જ ન રહ્યો હોય તેવી રીતે ખુલ્લેઆમ જ લોકો પાસેથી લુંટ ચલાવે છે. લુખ્ખા તત્વોને કોઈ પણ પ્રકારનો ડર જ નથી રહ્યો તેમ પણ કહી શકાય. ત્યારે ફરી એક વખત સુરતમાં આવી ઘટના સામે આવી છે.

સુરતના વેસુ(Vesu) વિસ્તારમાં આવેલા VIP રોડ પર રોકડા રૂપિયા 12.40 લાખ આપવા ગયેલા યુવાન પર ચપ્પુ વડે હુમલો કરીને લૂંટ ચલાવનાર ચારેય આરોપીને પોલીસે પકડી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉમરા પોલીસે ફક્ત બે જ દિવસમાં લૂંટમાં સામેલ કિશોર સહીત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે અને રોકડ રકમ પણ કબ્જે કરી વખાણવા લાયક કામગીરી કરી હતી.

અડાજણ પાટિયા પાસે સાનિયા રેસિડેન્સીમાં રહેતા મોહમદ આદીલ જાવેદબાઈ દેરડીવાલા ફેબ્રીક્સ નામથી પેઢી ધરાવે છે અને તેમાં તે એચપીસીએલની ડ્રીસ્ટ્રીબ્યુશનશીપ ધરાવી ઓઇલનો વેપાર ધંધો કરે છે. તેમની સાથે ઓફીસમાં કામ કરતા શેખ મુનીર ઉર્ફે જમાલ હનીફીદ શેખ તથા મોહંમદ તનવીર ગુલામમોજુદ્દીન શેખ બે દિવસ પહેલા કાળા કલરની સી.બી.ઝેડ ગાડી પર બેસીને રોકડા રૂપીયાથી ભરેલી 12.40ની કાળા કલરની બેગ લઈ વેસુ VIP રોડ પાસે નિમેષભાઈ શાહને પૈસા આપવા માટે પહોચ્યા હતા. પરંતુ ત્યાં નિમેષભાઈ આવ્યા ન હોવાને કારણે તેઓ ત્યાં થોડા સમય માટે ઉભા હતા. ત્યારે એક નંબર પ્લેટ વગરની સ્પલેન્ડર ઉ૫૨ આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ બન્ને વ્યક્તિઓ સાથે મારામારી કરી હતી અને છરી જેવા તીક્ષ્ણ હથીયારથી મોહંમદ તનવીરને પેટના ભાગે તથા શરીરના બીજા ભાગ ઉપર ગંભીર ઈજા કરી હતી અને 12.40 લાખની લૂંટ કરી ત્યાંથી નાસી છુટ્યા હતા.

પોલીસ કમિશનર અજય તોમરએ જણાવતા કહ્યું હતું કે, સમગ્ર બનાવને પગલે ઉમરા પોલીસે તાત્કાલિક સીસીટીવી કેમરાની મદદ લઇ અલગ અલગ વિસ્તારમાં તપાસ માટે પોતાની ટિમો રવાના કરી હતી.આ સમગ્ર ઘટનાને અંજામ આપનાર સુનીલ જગદીશભાઈ વણજારા (રહેવાનું- ઘર નં-1580, સુભાષનગર મોહલ્લો, શીતલ ચાર રસ્તા પાસે રાદેર રોડ), મોઇનુદ્દીન ઉર્ફે સીદીક નજીર શેખ (રહેવાનું બાપુનગર ઝુપડપટ્ટી, ગુફાનભાઈના મકાનમાં, અડાજણ પાટીયા), દેવ ઉર્ફે કરણ સોમાભાઈ વણજારા (રહેવાનું- એચ-2, બિલ્ડીંગ નં.128 રૂમ નં.બી 23, કોસાડ આવાસ, અમરોલી) અને અન્ય એક કિશોર મળીને કુલ ચાર ઇસમોને પકડી પાડીને તમામ મુદ્દામાલ રિકવર કરી ઉમરા પોલીસે ફક્ત બે જ દિવસમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *